loader

Breaking News


Home > National > CBI બાદ હવે કેન્દ્ર સરકાર અને RBI ગર્વનર ઊર્જિત પટેલ વચ્ચે પણ સંઘર્ષની સ્થિતિ, જાણો વિગત


Foto

CBI બાદ હવે કેન્દ્ર સરકાર અને RBI ગર્વનર ઊર્જિત પટેલ વચ્ચે પણ સંઘર્ષની સ્થિતિ, જાણો વિગત

Oct. 30, 2018, 12:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વચ્ચે હવે સંઘર્ષના એંધાણ જોવા મળી રહયા છે. એક રિપોર્ટ અનુસાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનાં ગર્વનર ઊર્જિત પટેલ અને સરકારમાં નીતિગત મુદ્દાઓ પર પર્યાપ્ત મતભેદ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષના શરૂઆતના મહિનાઓમાં સરકાર અને આરબીઆઈ વચ્ચે સંવાદવિહીનતાની સ્થિતિ જોવા મળી રહી છે.

આરબીઆઈનાં ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ હાલમાંજ સરકારના હસ્તક્ષેપ પર ઈશારો કર્યો હતો. વિરલ આચાર્યએ રિઝર્વ બેન્કની સ્વાયત્તતાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. વિરલે જણાવ્યું હતું કે આરબીઆઈની સ્વાયત્તતા નુકશાન કોઈના હકમાં નહિ હોય. જો કે હાલ એવી શક્યતા વ્યક્ત કરવામા આવી છે કે વર્તમાન હાલતની અસર ઊર્જિત પટેલનાં ભવિષ્ય ઉપર પણ પડશે. એક અખબારના અહેવાલ મુજબ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ઊર્જિત પટેલનો ત્રણ વર્ષનો કાર્યકાળ પણ સમાપ્ત થઇ રહ્યો છે.