loader

Breaking News


Home > Gujarat > મેયરની મુદ્‌ત પૂર્ણ થયા બાદ ફરીવાર મનપા ખાતે ભાજપનો કેસરીયો લહેરાશે ખરો...?


Foto

મેયરની મુદ્‌ત પૂર્ણ થયા બાદ ફરીવાર મનપા ખાતે ભાજપનો કેસરીયો લહેરાશે ખરો...?

Sept. 17, 2018, 5:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગરમાં રાજકીય સમીકરણો અને આટાપાટા એટલા છે કે ક્યારે રાજકીય પાર્ટીનો આણસ ક્યારેય કાચીંડાની જેમ રંગ બદલીને બીજી પાર્ટીમાં કુદકો મારી દે તે કહેવું ખૂબજ અઘરુ છે. આખરે સત્તા મળતી હોય તો જવામાં શું વાંધો તેવું વિચારનારા પાર્ટીમાંથી ગયા બાદ મોટા ભઆગના લોકોના બોર્ડ પુરા થઈ ગાય છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ મેળવીને સીધી જ મેયરની ખુરશી પર આશન પર બેઠેલા પ્રવિમ પટેલે પોતે પહેલાં ભાજપમાં હતા અને પછી નગરપાલીકા બની ત્યારે તેમણે કોંગ્રેસમાંથી ટીકીટ મેળવીને સ્ટે. કમિટીના ચેરમેન પણ તેમને મેયર પદ મળ્યું હતું. ત્યારે મહેન્દ્રસિંહ રાણા પોતે પ્રજાના પ્રશ્નોને વાચા આપીને ૧૧થી૩ અમુક મળે અને આજે પણ કોંગ્રેસ હોય કે ભાજપ પણ તેમનું સ્થાન લોકોમાં અડગ છે. આજે પણ મહેન્દ્રસિંહ રાણાને ત્યાં લોકો પોતાના પ્રશ્નોને લઈને જાય છે. અને કામો પણ પ્રજાના કરી રહ્યા છે.

હાલના કોંગ્રેસમાંથી કુદકો મારીને મેયરનું પદ મેળવનારા પ્રવિણ પટેલે ગાં.મનપાની આૅફિસમાં અડધોકલાક આવીને ક્યારે ગાયબ થઈ જાય તે ખબર જ પડતી નથી ત્યારે અગાઉ મેયર મહેન્દ્રસિંહ રાણાએ પીવના પાણીના આર.ો. મુક્યા હબતા ત્યાં પણ પ્રજાના પીવાના પાણીને તાળા મારી દીધા છે. ત્યારે ભાજપના જ કાર્યકરોના કામ ન થતાં અને ભાજપના કાર્યકરોથી છેટા ચાલતાંમેયર હવે કોંગ્રેસ તરફી વધારે પ્રયાણ કરતાં હોય અને કોંગ્રેસના સભ્યો અને કાર્યકરો માટે ગ્રાન્ટ પણ વધારે કોંગ્રેસ માટે વાપરીને શહેરમાં કોંગ્રેસ અને મજબુત કરી રહ્યા હોવાનું સુત્રો જણાવે છે. ટૂંકા જ દિવસોમાં મેયરની મુદત પૂર્ણ થવાના આરે છે ત્યારે મેયરનો કોંગ્રેસ તરફી ઝુકાવ અને કોંગ્રેસના કાર્યકરો ઉપર વધારે પ્રેમ ઉજાગર થઈ રહ્યો છે./p>

હેમણાં ત્રણ જેટલા કાર્યકોરમાં અચુક નહીં પણ સૂચક હાજરી મેયરની જણાઈ આવી છે. ત્યારે અગાઉ પણ પ્રદેશ કક્ષાએ આવી ફરીયાદો પણ થવા પામે છે.ત્યારે મેયર તો કાયદા અને નિયમોનુંસાર કોગ્રેસના સભ્ય ગણાઈ રહ્યા છે. ભલે ને મેયર હોય ભાજપમાં, ત્યારે હવે ફરીથી મેયર હુદકો મારીને ફરીથી કોંગ્રેસમાં આવી જાય તો શું ? કોંગ્રેસના ૧૬ સભ્યો હતા એટલા પાછા થઈ જાય અને ભાજપમાંથી ૨થી ૩ સભ્યો આવવા પમ થનગની રહ્યા હોવાનું સુત્રો જણાવે છે. જેથી ખાનગી રાહે નામ ન આપવાની શરતે એક કોંગ્રેસી કાર્યકરે જણાવ્યું હતું કે તખ્તો ઘડાઈ ચુક્યો છે પણ કોંગ્રેસમાથી જેમને મેયર બનવું હોય તે ભાજપના જે સભ્યો લાવે તે મેયર બને ત્યારે ભાજપના પણ બેથી ત્રણ નગર સેવકોની છેલ્લી ટર્મ કોઈ પણ સંજાગોમાં સત્તા હાંસલ કરવા કોંગ્રેસ બાજી મારવા દાણા નાંખી દીધા છે. ત્યારે મેયરની મુદત પૂર્ણ થતાં પહેલાં નજીકના જ દિવસોમાં નવા જુનીના એંધાણ પ્રાપ્ત સુત્રો દ્વારા થયા છે./p>

મેયરનો હવે કોંગ્રેસી પ્રેમ જાગી ગયો હોય તેમ કોંગ્રેસ પ્રેરીત ચાલતી સંસ્થાઓના ઉદ્‌ઘાટનોમાં દોટ મુકી છે. ત્યારે તેમની સાથે એક પણ કાર્યકર ભાજપનો દેખાતો નથી. ત્યારે ભાજપની છબી તો શહેરમાંથી બગીજ છે. પણ ભાજપનું ધોવાણ પણ થઈ રહ્યું છે. ત્યારે આ બાબતે પ્રદેશ કક્ષાએ વેટડ એન્ડ વોચ રાખવા સુચના તો આપી છે અને પ્રદેશ કક્ષાએ મુદત પૂર્ણ થવા દેવી તે સુચના ભાજપ માટે ઘાતક ન નીવડે તો સારું બાકી પ્રદેશ નેતાઓની ભૂલથી મોટું બફાઈ જાય તો નવાઈ નહીં. ત્યારે જ્યારતી નગરપાલિકા બની છે. ત્યારે આજદિન સુધી ભાજપનો કોઈ પણ નગર સેવક મેયર બન્યો નથી અને જે બન્યા છે તે વાયા કોંગ્રેસથી આવીને જ બન્યા છે. ત્યારે મેયર દ્વારા લાખો રૂપિયાની ગ્રાંન્ટો પણ મોટા ભાગની કોંગ્રેસ તરફી અને કોંગ્રેસના કાર્યકરોમાં વાપરી છે. ત્યારે સત્તાધારી પક્ષની ગ્રાન્ટમાંથી કોગ્રેસ મજબુત થઈ છે. જેના દાખલો પણ લેવા હોય તો ગાંધીનગરની ઉત્તરની સીટ કોંગ્રેસની જાળીમાં કેવી રીતે આવી તે ખરેખર તો મંથન કરવા જેવું છે.