loader

Breaking News


Home > National > LG ઓફિસમાં ધરણા બાદ હવે આમઆદમી પાર્ટી કરશે PM નિવાસનો ઘેરાવ


Foto

LG ઓફિસમાં ધરણા બાદ હવે આમઆદમી પાર્ટી કરશે PM નિવાસનો ઘેરાવ

June 15, 2018, 3:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં અનશનનો આજે પાંચમો દિવસ છે. કેજરીવાલ સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, મંત્રી સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય ઉપરાજ્યપાલની ઓફિસમાં ધરણા પર બેઠા છે. મંત્રીઓનાં અનશનને કારણે એલજી અનીલ બૈજલ ચાર દિવસથી ઘેર રહીને કામ કરી રહ્યા છે.

જો કે હવે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું હતું કે રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ PM નિવાસનો ઘેરાવ કરશે. પાર્ટીએ જાહેર કર્યું હતું કે ઉપરાજ્યપાલ સાંભળી નથી રહ્યા એટલે હવે પ્રધાનમંત્રી સુધી વાત પહોંચી જશે. વધુમાં જણાવ્યું હતું કે સાંજે પાંચ વાગ્યે રેશનની હોમ ડીલીવરી માટે દરેક ધારાસભ્ય એક પેકેટ ચોખા PM મોદીને પાર્સલ કરશે અને કહેવામાં આવશે કે દિલ્હીનાં લોકોનું રેશન બંધ નાં કરો.