loader

Breaking News


Home > National > યુવકનાં મોત બાદ હિંસક થયું મરાઠા આંદોલન, આજે મહારાષ્ટ્ર બંધ


Foto

યુવકનાં મોત બાદ હિંસક થયું મરાઠા આંદોલન, આજે મહારાષ્ટ્ર બંધ

July 24, 2018, 11:16 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : મરાઠા અનામતની માંગને લઈને મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં એક યુવકે ગોદાવરી નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી હતી. યુવકના મોતથી નારાજ થયેલા લોકોએ મહારાષ્ટ્રનાં ઘણા વિસ્તારમાં ગાડીઓ અને બસોમાં તોડફોડ કરી હતી.

યુવાનના મૃત્યુ બાદ આજે મરાઠા ક્રાંતિ મોરચે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે. કોલ્હાપુર, સતારા, સોલાપુર, પુણે અને મુંબઈમાં તંગદીલીનો માહોલ છે. આ ઉપરાંત મરાઠા સમુદાયની નારાજગીને જોતા ઔરંગાબાદનાં કલેકટર ઉદય ચૌધરીએ મરાઠા ક્રાંતિ મોરચાની મોટાભાગની માંગણીઓ સ્વિકારી લીધી છે. આ બાબતે ઉદય ચૌધરીએ જણાવ્યું હતુ કે સરકાર મૃતક કાકાસાહેબ શિંદેનાં પરિવારને ૧૦ લાખ રૂપિયા આપશે તેમજ તેમનાં નાના ભાઈને સરકારી નોકરી પણ આપવામાં આવશે.