loader

Breaking News


Home > Sports > ઈંગ્લેન્ડ સામેની હાર બાદ કોચ તરીકે રવિ શાસ્ત્રીને હટાવી રાહુલ દ્રવિડને બનાવવાની માંગ


Foto

ઈંગ્લેન્ડ સામેની હાર બાદ કોચ તરીકે રવિ શાસ્ત્રીને હટાવી રાહુલ દ્રવિડને બનાવવાની માંગ

Aug. 15, 2018, 11:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, લોડ્સ : ઈંન્ડિયન ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામે રમાયેલ બે ટેસ્ટમાં મળેલી હાર બાદ ઘણી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં છે જ્યાં તે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાંથી બે હારી ચૂકી છે. જે પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જવાની છે ત્યારે તેનું ભવિષ્ય શું હશે તેની અટકળો અત્યારથી જ વહેતી થઇ ગઇ છે. અટકળો વહેતી થવા પાછળનું કારણ પણ ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી છે.



વિદેશની ધરતી પર સૌરવ ગાંગુલીએ જે ટીમમાં જીત માટેના પ્રાણનો સંચાર કર્યો હતો તે હાલની ટીમ ઈંન્ડિયામાં ક્યાંય દેખાઇ નથી રહ્યો. વિદેશમાં હાલની ટીમ ઈંન્ડિયન ટીમ બાંગ્લાદેશ કે ઝીમ્બાબ્વેની ટીમ જેવી લાગી રહી છે. જેનો પરચો ફેન્સને લોડ્‌ર્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે જ મળી ગયો. આ સાથે જ ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી પર પણ આંગળીઓ ચીંધાવા લાગી છે. સવાલ એ છે કે શું ભારતને ફુલ ટાઇમ કોચની જરૂર છે ?

સોશિયલ મીડિયા પર લોકો તસવીરો શેર કરી રવિ શાસ્ત્રીની ટીકા સાથે એક બીજા ભારતીય ખેલાડીનું નામ લઇ રહ્યા છે જે કોચની દાવેદારી માટે અત્યારે અગ્રક્રમ પર છે. આ પહેલા ભારતીય ટીમ જ્યારે ઈંગ્લેન્ડનાં પ્રવાસ પર જઇ રહી હતી ત્યારે રવિ શાસ્ત્રીએ કીધુ હતું કે, ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં એક મહિનો રહેવાની છે, અને આટલો સમયે વિરોધી ટીમ અને મેદાનને સમજવા માટે પૂરતો છે. આ સાથે જ રવિ શાસ્ત્રીએ ઉમેર્યું હતું કે, જીત મેળવવા માટે ભારતીય ટીમ પીચની કંડિશન પર આધાર રાખશે. આ માટે સુનીલ ગાવસ્કરે મૌન તોડતા કહેલું કે મને સૌરવ, સચિન, સહેવાગ, દ્વવિડનાં એક સમયે ફોન આવતા હતા જ્યારે ભરતીય ટીમ વિદેશ પ્રવાસ પર જતી હતી, પરંતુ હવે રહાણે સિવાય કોઇનાં ફોન મારા પર નથી આવતા.