loader

Breaking News


Home > Sports > કોહલીની હાર પછી Fans તેનાં પર ભડક્યાં, આ રીતે ઉતાર્યો પોતાનો ગુસ્સો


Foto

કોહલીની હાર પછી Fans તેનાં પર ભડક્યાં, આ રીતે ઉતાર્યો પોતાનો ગુસ્સો

April 9, 2018, 2:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર,કોલકાતા:કોલકત્તામાં રમવામાં આવેલી આઈપીએલની ત્રીજી મેચમાં કોલકત્તા નાઇટરાઇડર્સ (કેકેઆર)એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (આરસીબી)ને 4 વિકેટથી હરાવ્યું. 177 રનના ટાર્ગેટને કેકેઆરે 19માં ઓવરમાં 6 વિકેટના નુકસાન ઉપર હાંસલ કરી લીધી. તેની સાથે જ કેકેઆરે આઈપીએલમાં આરસીબીને સતત ત્રીજીવાર હરાવી દીધી. 2017માં પણ કેકેઆરે આરસીબીને બંને લીગ મેચોમાં માત આપી હતી. તેના પછી આરસીબીના ફેન્સનો ગુસ્સો વધી ગયો. અમે તમને જણાવી દઇએ કે સોશિયલ મીડિયા ઉપર આવેલાં ફેન્સના મજેદાર રિએક્શન વિશે...

- કેકેઆરની જીતમાં કપ્તાન દિનેશ કાર્તિક 35 અને વિનય કુમાર 6 રન બનાવીને નોટ આઉટ રહ્યાં. ઓપનર સુનીલ નારાયણે 4 ચોગ્ગા અને 5 છક્કાની મદદથી 17 બોલ ઉપર ફિફ્ટી લગાવી. ક્રિસ વોક્સે સૌથી વધારે 3 વિકેટ લીધી. આ પહેલાં ટોસ હાર્યા પછી પહેલાં બેટિંગ કરતાં આરસીબીએ 20 ઓવરમાં 7 વિકેટ ઉપર 176 રન બનાવ્યાં.

-નીતીશ રાણાએ સતત બે બોલ ઉપર ડિવિલયર્સ અને કોહલીની વિકેટ લીધી.આરસીબીની તરફથી મૈકુલમે 43, ડીવિલિયર્સે 44 અને મંદીપ સિંહે 37 રન બનાવ્યાં. કેપ્ટન વિરાટ કોહલી 33 બોલ પર 31 રન જ બનાવી શક્યો.

-કેકેઆરના નીતીશ રાણાએ સતત બે બોલ ઉપર ડિવિલયર્સ અને કોહલીની વિકેટ લીધી.

-કેકેઆરના વિનય કુમાર, નીતીશ રાણાએ 2-2 અને પીયૂષ ચાવલા, સુનીલ નારાયણ અને મિચેલ જોનસને 1-1 વિકેટ લીધી.