loader

Breaking News


Home > Gujarat > સરકારનાં નિર્ણય બાદ જીગ્નેશ મેવાણીનું આવ્યુ નિવેદન, વાયદાઓ નહી લેખીતમાં આપે સરકાર


Foto

સરકારનાં નિર્ણય બાદ જીગ્નેશ મેવાણીનું આવ્યુ નિવેદન, વાયદાઓ નહી લેખીતમાં આપે સરકાર

Feb. 17, 2018, 7:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર સીવીલ હોસ્પીટલમાં વડગામનાં ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ સરકારને આપેલ અલ્ટીમેટમનો સરકારે જવાબ આપતા કહ્યુ કે, અમે દલિતોની જમીન ફાળવવાની માંગણીને સ્વીકારી લીધી છે. સરકાર તરફથી આવેલ નિવેદન બાદ જીગ્નેશે કહ્યુ કે, વાયદાઓ નહી લેખીતમાં આપે સરકાર.




ગાંધીનગરમાં આજે દલિતોએ ભાનુભાઇનાં મુદ્દે લડવાનુ નક્કી કરતા સરકારનો વિરોધ કર્યો હતો. જ્યા પીડિત પરિવારને આશ્વાસન આપવા પહોચેલા જીગ્નેશ મેવાણીએ સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યુ હતુ કે, દલિતોને જમીન ફાળવણી મુદ્દે સરકાર બે કલાકમાં કોઇ ચોક્કસ નિર્ણય લે નહી તો અમે ઉગ્ર આંદોલન કરીશુ. સાથે તેમણે કહ્યુ હતુ કે, અમારુ પ્રદર્શન કોઇ સરકારી મિલ્કતને નુકશાન પહોચાડ્યા વિના આગળ વધારીશુ.

જીગ્નેશ મેવાણીએ સમાજનાં લોકોને વિનંતી કરતા કહ્યુ કે, મારા ભાઇઓ આંદોલન જરૂરી છે પણ તેમાં કોઇ જાનહાની ન થાય તેનુ પણ ધ્યાન રાખવુ ખુબ જરૂરી છે અને જાહેર મિલ્કતને નુકશાન પહોચાડ્યા વિના પ્રદર્શન કરવો અને સરકારને વાયદાઓ નહી પણ લેખીતમાં આપવાની ફરજ પડે તે રીતે આંદોલનને આગળ વધારો.