loader

Breaking News


Home > Sports > ભારતની જીત બાદ શ્રીલંકાનાં સમર્થકોએ બાંગ્લાદેશ સામે નાગિન ડાંસ કરીને બદલો લીધો


Foto

ભારતની જીત બાદ શ્રીલંકાનાં સમર્થકોએ બાંગ્લાદેશ સામે નાગિન ડાંસ કરીને બદલો લીધો

March 19, 2018, 2:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, શ્રીલંકા : શ્રીલંકામાં રમાઈ રહેલ ટી - ૨૦ ત્રિકોણીય ટુર્નામેન્ટ નીદહાસ ટ્રોફીમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાયેલ મેચમાં બાંગ્લાદેશનાં ખેલાડીઓએ જીત બાદ નાગિન ડાંસ કરીને શ્રીલંકન ખેલાડીઓને ભારે ચીડાવ્યા હતા અને જીતની ઉજવણીમાં ભારે તોફાન પણ મચાવ્યું હતું.

જો કે તે દિવસ બાંગ્લાદેશની જીતનો હતો એટલે શ્રીલંકનોએ આ ડાંસને સહન કરી લીધો હતો. આ પછી શ્રીલંકાની ટીમ ફાઈનલમાં પહોંચી નહોતી પણ શ્રીલંકાનાં સમર્થકોમાં બાંગ્લાદેશનાં ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલા નાગિન ડાંસનો બદલો લેવાની ભાવના ખુબ તેજ હતી.

શ્રીલંકાનાં લોકોને આ મોકો ભારતની જીત સાથે ગઈકાલે જ મળી ગયો. નીદહાસ ટ્રોફીની ફાઈનલમાં બાંગ્લાદેશે ભારતનાં હાથે પરાજયનો સ્વાદ ચાખ્યા બાદ શ્રીલંકાનાં સમર્થકો ભારે ઉત્સાહમાં આવી ગયા હતા અને નાગિન ડાંસ કરીને બાંગ્લાદેશ સામે બદલો લીધો હતો. શ્રીલંકન સમર્થકોમાં એટલો બધો ઉત્સાહ જોવા મળ્યો હતો કે આ જીત ભારતની નહી પણ શ્રીલંકાની હોય તેમ સમગ્ર મેદાનમાં નાગિન ડાંસ કરીને જીતની ઉજવણી કરી હતી.