loader

Breaking News


Home > Bollywood > ઇરફાન ખાન બાદ સોનાલી બેન્દ્રે બની કેંન્સરનો શિકાર, ન્યુયોર્કમાં થઇ રહી છે સારવાર


Foto

ઇરફાન ખાન બાદ સોનાલી બેન્દ્રે બની કેંન્સરનો શિકાર, ન્યુયોર્કમાં થઇ રહી છે સારવાર

July 6, 2018, 10:31 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ન્યુયોર્ક : બોલીવુડનાં પ્રખ્યાત અભિનેતા ઇરફાન ખાનની કેન્સરની બિમારીનાં અહેવાલથી સેલિબ્રિટી અને તેમના ફેન આઘાતમાં છે ત્યારે વધુ એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ખુબસુરત અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ કેંન્સરનાં સકંજામાં આવી ગઈ છે.



સોનાલીએ ઇન્ટાગ્રામ પર પોસ્ટ મારફતે આ અંગેની માહિતી આપી છે. તે હાઈગ્રેડમેટાસ્ટ્રેટીક કેંન્સરથી ગ્રસ્ત છે. જો કે, તેણે કહ્યું છે કે, પરિવારનાં સભ્યો તેની કાળજી લઇ રહ્યા છે અને તે ન્યુયોર્કમાં સારવાર હેઠળ છે. સોનાલીને કેંન્સર ચોથા સ્ટેજમાં છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ પોતે જ ટ્‌વીટ કરી શેર કરી છે. હાલ સોનાલી સારવાર માટે ન્યૂયોર્કમાં છે. બીમારી અંગેની જાણકારી સાથે સોનાલી બેન્દ્રેએ અત્યંત ભાવુક ટ્‌વીટ કરી છે. ગયા મહિને સોનાલીને મુંબઈની હિંદુજા હેલ્થકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સોનાલીએ નવેમ્બર ૨૦૦૨માં ફિલ્મ નિર્દેશક ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા હતા. બંનેનો ૧૩ વર્ષનો દીકરો રણવીર છે.