loader

Breaking News


Home > Gujarat > જ્યોતિગ્રામ યોજના બાદ સ્કાય સૂર્યશક્તિ કિસાન યોજના લોન્ચ કરતાં વિજય રૂપાણી


Foto

જ્યોતિગ્રામ યોજના બાદ સ્કાય સૂર્યશક્તિ કિસાન યોજના લોન્ચ કરતાં વિજય રૂપાણી

June 23, 2018, 5:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સંકલ્પમાં ગુજરાત સરકારે એક ડગલું આગળ વધીને સૂર્યશક્તિ કિસાન યોજના જાહેર કરી છે. આ યોજના સમગ્ર ભારતમાં સૌથી પહેલા અમલમાં મુકવાની શ્રેય ગુજરાતને મળશે.

CM વિજય રૂપાણીએ આ યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો બાવડાના બળે અને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ધરતીમાંથી સોનુ ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. સરકારે ખેડૂતોને પૂરતી વીજળી, પાણી, ખાતર અને આધુનિક કૃષિ જ્ઞાન આપીને કૃષિ વિકાસ દર ડબલ ડિજિટે પહોંચાડ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે હવે સૂર્યશક્તિનો ખેતી વપરાશ માટે ઉર્જા ઉત્પાદનમાં વધારો કરીને ખેડૂતોને વધુ સિંચાઈ અને વીજળીના વેચાણ દ્વારા આર્થિક સમૃદ્ધિ તરફ લઇ જવા માટે આ યોજના શરુ કરવામાં આવી છે.

આ યોજનામાં સોલાર પેનલ માટે કુલ ખર્ચના માત્ર પાંચ ટકા રકમ ખેડૂતે ભરવાની રહેશે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાકીની સબસીડી ચુકવશે. આ યોજનાથી ખેડૂતોને સૌર ઉર્જા થાકી દિવસે વીજળી અને પાણી મળી રહેશે.