loader

Breaking News


Home > National > કેદારનાથ બાદ આજે બદ્રીનાથનાં દ્વારા ખોલવામાં આવ્યાં, હજારો ભક્તોએ દર્શન કર્યા


Foto

કેદારનાથ બાદ આજે બદ્રીનાથનાં દ્વારા ખોલવામાં આવ્યાં, હજારો ભક્તોએ દર્શન કર્યા

April 30, 2018, 12:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બદ્રીનાથ : ઉત્તરાખંડમાં ગઢવાલનાં ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં સ્થિત ચાર ધામમાં સૌથી પ્રમુખ બદ્રીનાથનાં દ્વાર આજે સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યાં છે. સવારે લગભગ સાડા ચાર વાગ્યે દ્વાર ખુલતા જ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવાના શરુ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે પાછલા બે દિવસમાં હજારો ભક્તો બાબા બદ્રીનાથનાં દર્શન કરવા પહોંચ્યા છે. દ્વાર ખુલતા જ ભક્તોએ બદ્રીનાથનાં આશીર્વાદ લેવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ચારેબાજુ બરફનાં ઊંચા પહાડો વચ્ચે બનેલા બદ્રીનાથનાં મંદિરની સુંદરતા જ અનોખી છે. જેમાં ફૂલોની સજાવટે ચાર ચાંદ લગાવી દીધા છે. અલકનંદા નદીના કિનારે વસેલા આ તીર્થધામ ખાતે આવેલું મંદિર ભગવાન વિષ્ણુના એક રુપ બદ્રીનારાયણને સમર્પિત છે.