loader

Breaking News


Home > National > હત્યાનાં કાવતરાનાં પર્દાફાશ બાદ PM મોદીની સુરક્ષા વધારવાનાં આદેશ અપાયા


Foto

હત્યાનાં કાવતરાનાં પર્દાફાશ બાદ PM મોદીની સુરક્ષા વધારવાનાં આદેશ અપાયા

June 12, 2018, 1:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : નક્સલીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું રચ્યું હોવાનું બહાર આવતાં કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે સોમવારે સુરક્ષા એજન્સીઓ અને સંબધિત વિભાગો સાથે ચર્ચા કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા વધારવા આદેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ આ નિર્ણય એક ઉચ્ચસ્તરીય બેઠકમાં લીધો હતો. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ, કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબા અને ઈન્ટેલીજન્સ બ્યુરોનાં નિદેશક રાજીવ જૈન હાજર રહ્યા હતા.

ગૃહ મંત્રાલયનાં એક અધિકારીનાં જણાવ્યા મુજબ રાજનાથસિંહનાં આવાસ પર યોજાયેલ આ બેઠક મહારાષ્ટ્ર પોલીસનાં તે રીપોર્ટ પછી આયોજિત કરવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રીની હત્યાનું કાવતરું રચી રહેલાં નક્સલવાદીઓની અંગત વાતચીતની માહિતી આપવામાં આવી હતી.