loader

Breaking News


Home > National > એક દિનના બ્રેક બાદ પેટ્રોલ, ડીઝલની કિંમતમાં ફરી કાપ


Foto

એક દિનના બ્રેક બાદ પેટ્રોલ, ડીઝલની કિંમતમાં ફરી કાપ

Dec. 6, 2018, 2:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ૧૩ દિવસ સુધી ઘટાડો કરવામાં આવ્યા બાદ બુધવારના દિવસે તેલની કિંમતોને યથાવત રાખવામાં આવ્યા બાદ આજે ગુરૂવારના દિવસે ફરી એકવાર કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલની કિંમતમાં ૩૯-૪૨ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં દેશના મોટા શહેરોમં ૪૨-૪૬ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

આજે ગુરૂવારના દિવસે પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો જારી રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૬.૫૪ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૬.૪૩થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા ૪૩ દિવસના ગાળામાં જ ક્રુડ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે વાહન ચાલકોને સતત રાહત મળી રહી છે.