loader

Breaking News


Home > National > અમિત શાહનાં ફોન બાદ શિવસેનાએ આપ્યો વ્હીપ, કરશે સરકારનું સમર્થન


Foto

અમિત શાહનાં ફોન બાદ શિવસેનાએ આપ્યો વ્હીપ, કરશે સરકારનું સમર્થન

July 19, 2018, 4:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ગુરુવારે બપોરે શિવસેનાનું વલણ સ્પષ્ટ થઇ ગયું હતું। ગુરુવારે બપોરે શિવસેનાએ જણાવ્યું હતું કે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ વોટ કરે છે. શિવસેનાએ વ્હીપ જાહેર કરીને પોતાના સાંસદોને નિર્દેશ આપ્યો છે કે તેઓ સરકારને સમર્થન કરે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ અવિશ્વાસ પ્રસ્તાવ પર શિવસેનાના વલણ ઘણું શંકાશીલ હતું। જો કે ત્યારબાદ માહિતી મળી હતી કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી.

ગઈકાલે સદનમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો જેમાં શુક્રવારે ચર્ચા થશે. જો કે સરકાર પડી જવાની કોઈ શક્યતા નથી.સંસદનું મોન્સુન સત્ર શરુ થઇ ગયું છે. સરકાર તરફથી ૪૬ ખરડાઓને એજન્ડામાં રાખવામાં આવ્યાં છે જેમાં ત્રણ તલાક અને વિદેશ ભાગી ગયેલાં આર્થિક અપરાધીનો ખરડો વિશેષ છે.