loader

Breaking News


Home > Bollywood > પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યાં બાદ શ્રીદેવીનાં પાર્થિવ દેહને આજે સાંજે મુંબઈ લાવવામાં આવશે


Foto

પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યાં બાદ શ્રીદેવીનાં પાર્થિવ દેહને આજે સાંજે મુંબઈ લાવવામાં આવશે

Feb. 26, 2018, 10:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : બોલીવુડની સૌપ્રથમ મહિલા સુપરસ્ટારનું બિરુદ મેળવનાર શ્રીદેવીનું દુબઈમાં નિધન થયા બાદ હજુ સુધી તેમનો પાર્થિવ દેહ પરિવારને મળ્યો નથી. કાયદાની અમુક પ્રકિયાને કારણે થોડો વિલંબ થયો છે. જો કે શબનું પોસ્ટ મોર્ટમ કરી દેવામાં આવ્યું છે ત્યારે આશા રખાઈ છે કે આજે શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ લાવવામાં આવી શકે છે અને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

શ્રીદેવીના પતિ બોની કપૂરનાં પ્રવક્તાએ પણ રવિવારે આ મામલે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે શ્રીદેવીના પાર્થિવ દેહને સોમવારે ભારતમાં લાવવામાં આવશે. દુબઈના અખબાર ખલીજ ટાઈમ્સનાં જણાવ્યા મુજબ પોસ્ટ મોર્ટમની પ્રકિયા પૂરી થઈ ચુકી છે પરંતુ તેનો રીપોર્ટ આવવાનો બાકી છે. ઔપરીચાકતા પૂર્ણ થયા બાદ તેમનાં તેમનું શબ પરિવારને સોંપી દેવામાં આવશે. ત્યારબાદ મુંબઈમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે સાંજ સુધી શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ લાવવામાં આવે તેવી શક્યતા છે.