loader

Breaking News


Home > Gujarat > રાજુલા બાદ ધારાસભ્ય ડેર દ્વારા ગાંધીનગર ખાતે ઉપવાસની ડેરિંગ લંબાવી


Foto

રાજુલા બાદ ધારાસભ્ય ડેર દ્વારા ગાંધીનગર ખાતે ઉપવાસની ડેરિંગ લંબાવી

May 5, 2018, 1:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : અમરેલીનાં પીપાવાવ પોર્ટમાં આવેલી રિલાયન્સ નેવલ કંપની સામેનો વિવાદ હવે વધુ ગંભીર બનતો જાય છે, ધારાસભ્ય અંબરીશ ડેરે પીપાવાવ ખાતે કરેલા ધરણા બાદ પણ પ્રશ્નોનો કોઈ ઉકેલ નાં આવતા તેઓ હવે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરવાના છે.

આ કંપનીએ ૪ હજારથી પણ વધુ કામદારોને છુટા કરી દીધા હતા જેમનો ૬ મહિનાનો પગાર બાકી હતો. પાછળથી કામદારોને આ પગાર ચૂકવી દેવામાં આવ્યો હતો. વધુમાં કામદારો સિવાય કોન્ટ્રાક્ટર્સ અને વેન્ડર્સને ૬૦ કરોડ રૂપિયાની ચુકવણી બાકી છે જેને લઈને અંબરીશ ડેરે ધરણા કર્યા હતા.

અમરેલી જીલ્લાનાં રાજુલા ખાતે આવેલ રિલાયંસ નેવલ કંપની દ્વારા વર્ષોથી કોન્ટ્રાક્ટરો, કામદારો અને વેપારીઓ જેવા નાના માણસોનાં પરસેવાના ૧૦૦ કરોડથી પણ વધારે પૈસાનું ચુકવણું ના કરી ખુલ્લેઆમ શોષણ થઇ રહ્યું છે ત્યારે કંપનીના આ શોષણની વિરુદ્ધમાં રાજુલા ખાતે છેલ્લા ૫૦ દિવસથી આંદોલનકારી પ્રવિણ રામની આગેવાનીમાં ધરણા ચાલી રહ્યા છે ત્યારે આ ધરણામાં સંસદ સભ્ય નારણ કાછડીયા તેમજ ધારાસભ્ય અંમરીશ ડેરે મુલકાત લઇ લડતને સમર્થન આપ્યુ હતું તેમજ અમરેલી જીલ્લાનાં ભાજપ - કોંગ્રેસના આગેવાનો પણ સમર્થન આપી ચુક્યા છે.

આ મુદ્દે રાજુલાનાં ધારાસભ્ય અમરીશ ડેર આ મુદ્દાને લઈને લડત આપવા સજ્જ થઇ ગયા છે તેમજ રિલાયન્સ નેવલ કંપનીની વિરુદ્ધમાં ગાંધીનગર ખાતે ૭ તારીખથી બેદિવસીય ધરણા કરવાની જાહેરાત કરી છે.