loader

Breaking News


Home > National > સરદાર પટેલ બાદ હવે રામની મૂર્તિ, શું મોદી સાથે સરખામણી કરી રહ્યા છે યોગી ?


Foto

સરદાર પટેલ બાદ હવે રામની મૂર્તિ, શું મોદી સાથે સરખામણી કરી રહ્યા છે યોગી ?

Nov. 3, 2018, 9:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં નર્મદા કિનારે 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ બાદ હવે માહિતી મળી રહી છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અયોધ્યામાં સરયૂ કિનારે ભગવાન રામની 151 મીટર ઊંચી તાંબાની પ્રતિમા બનાવશે. સરદાર પટેલની મૂર્તિમાં લોખંડનો વધુ ઉપયોગ થયો છે. યોગી ગઈકાલે સરદાર પટેલની પ્રતિમા જોવા માટે ગુજરાત પણ આવ્યા હતાત્યારે એઓ ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે યોગી પોતાની સરખામણી હવે મોદી સાથે કરી રહયા છે.

ગયા વર્ષે યોગી સરકારે 100 મીટર ઊંચી ભગવાન રામની પ્રતિમા લગાવવાની યોજનાનું એલાન કર્યું હતું ત્યારે નવઅયોધ્યા યોજના અંતર્ગત ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોગી સરકારે રાજ્યપાલ રામ નાઈકને પ્રપોઝલ પણ બતાવ્યું હતું જો કે એક વર્ષમાં આ યોજના આગળ નહોતી વધી શકી. જો કે હવે મૂર્તિની ઊંચાઈ વધારીને 151 મીટર કરવામાં આવી છે. એવુ માનવામા આવી રહ્યું છે કે સરદાર પટેલની મૂર્તિ જોઈને યોગી આદિત્યનાથે મૂર્તિની ઊંચાઈ વધારવાનો નિર્ણય કર્યો છે.