loader

Breaking News


Home > Gujarat > સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં હજુ ભારે વરસાદ પડવાની ચેતવણી અપાઈ


Foto

સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં હજુ ભારે વરસાદ પડવાની ચેતવણી અપાઈ

July 25, 2018, 4:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગો ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ વરસવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. અલબત્ત, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદી જાર ઓછુ રહેવાની આગાહી પણ વ્યકત કરાઇ છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ રાજય સરકાર દ્વારા તંત્ર અને એનડીઆરએફ સહિતની રાહત-બચાવ ટીમોને પણ એલર્ટ કરી દેવાઇ છે. તો, માછીમારોને પણ દરિયો નહી ખેડવા સૂચના જારી કરાઇ છે.

હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ રાજય સરકાર દ્વારા તંત્રને હાઇ એલર્ટ પર રખાયું છે અને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા અને રાહત અને બચાવની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવા નિર્દેશો જારી કરાયા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, સુરત, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે તો, વલસાડ અને નવસારી જિલ્લાના અલગ- અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઇ છે.