loader

Breaking News


Home > Bollywood > રાજીની સફળતા બાદ આલિયાએ ફીમાં કર્યો વધારો


Foto

રાજીની સફળતા બાદ આલિયાએ ફીમાં કર્યો વધારો

Oct. 3, 2018, 11:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : હાલનાં દિવસોમાં બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી આલિયા ભટ્ટ ઉજવણી કરી રહી છે. તેની હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ રાજી બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ચુકી છે. બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહેલી રાજીની સફળતા બાદ હવે સ્ટારડમ વધી ગયા બાદ તે વધારે ફી લેતી સ્ટાર બની ગઇ છે.



આલિયા ભટ્ટે હવે પોતાની ફી વધારી દીધી છે. એવા અહેવાલ મળ્યા છે. અત્યાર સુધી એક ફિલ્મમાં કામ કરવા માટે પાંચ કરોડની ફી લેનાર આલિયા ભટ્ટ હવે નવ કરોડ ફી લેવાનો નિર્ણય કરી ચુકી છે. અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો તે હવે જે ફિલ્મ કરી રહી છે તેમાં કામ કરવા માટે તેને નવ કરોડ રૂપિયા મળી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષનાં ગાળામાં આશરે એક ડઝન જેટલી ફિલ્મો કરી ચુકેલી આલિયાની મોટા ભાગની ફિલ્મો સફળ રહી છે. રાજીની સક્સેસ પાર્ટી વેળા કરણ જોહરે કહ્યુ હતુ કે હજુ સુધી આલિયાએ જેટલી પણ ફિલ્મો કરી છે તેમાં માત્ર શાનદાર અપેક્ષા મુજબ સફળ રહી નથી. જાણકાર લોકોનું કહેવુ છે કે, આલિયાની ફી નક્કી કરવામાં કરણ જોહરની ભૂમિકા રહેલી છે.

રાજી ફિલ્મની સફળતા બાદ કરણ જોહરે ફી નક્કી કરી છે. સામાન્ય રીતે બોલિવુડમાં જે પણ મહિલા પ્રધાન ફિલ્મો હોય છે તે ફિલ્મોનાં કમાણીનાં આંકડા ૧૦૦ કરોડનાં આંકડાને પાર કરી જતા નથી. હવે આલિયાની રાજી ફિલ્મ ૧૦૦ કરોડનાં આંકડા સુધી પહોંચી ગઇ છે. આલિયા પહેલા દિપિકા, કંગના, પ્રિયંકા ચોપડા, સોનમ કપુર અનુષ્કા શર્મા અને કેટરીના કેફ અને કરીના કપુર પણ પોતાની ફીને લઇને ચર્ચામાં રહી ચુકી છે. કંગના અને દિપિકાએ તો કેટલીક વખત ઓછી ફીને લઇને મામલો ઉઠાવ્યો છે. પદ્માવત ફિલ્મ વેળા દિપિકા ફીને લઇને ખુબ ચર્ચામાં રહી હતી.