loader

Breaking News


Home > Sports > શ્રીલંકા સામે જીત બાદ ખેલાડીઓના રેકિંગમાં સુધારો


Foto

શ્રીલંકા સામે જીત બાદ ખેલાડીઓના રેકિંગમાં સુધારો

Sept. 4, 2017, 6:34 p.m.
      Whatsapp   

ભારતે શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં 5-0 થી જીત મેળવી છે. આ શ્રેણીમાં ખેલાડીઓના સારા પ્રદર્શનનો ફાયદો ખેલાડીઓને તેમની રેકિંગમાં જોવા મળી રહ્યો છે. ટીમનો યુવા ઝડપી બોલર જસપ્રિત બુમરાહ તેના કેરિયરના સર્વશ્રેષ્ઠ રેકિંગ પર પહોચી ગયો છે. જસપ્રિતના શાનદાર બોલિંગ પ્રદર્શનને કારણે તેને શ્રીલંકા સામેની શ્રેણીમાં મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

બોલરોની યાદીમાં જસપ્રિતને 27 સ્થાનનો ફાયદો થયો છે અને તે 687 રેટિંગ પોઇંટ સાથે 4 નંબરે પહોચી ગયો છે. ભારતનો કમજોર હિસ્સો બોલિંગ તે હવે બોલરોના પ્રદર્શનથી મજબૂત બન્યો છે. સ્પીનર અક્ષર પટેલને 10 સ્થાનનો ફાયદો થયો છે અને 645 રેટિંગ પોઇંટ સાથે 10 નંબર પર આવી ગયો છે. જ્યારે ભુવનેશ્વરને એક સ્થાનનું નુકશાન થયુ છે.

બેટ્સમેનમાં વિરાટ કોહલી વન ડે અને ટી-20 બન્નેમાં પ્રથમ ક્રમાંકે યથાવત છે. બેટ્સમેન રોહિત શર્મા 764 પોઇંટ સાથે નવમા ક્રમાંકે જ્યારે મહેન્દ્રસિંહ ધોની 749 પોઇંટ સાથે 11માં ક્રમે છે.