loader

Breaking News


Home > National > કર્નાટક ચુંટણીમાં જીત મેળવ્યા બાદ બીજેપી વિકાસનાં કામને આપશે પ્રાધ્યાન્યઃ રવિશંકર પ્રસાદ


Foto

કર્નાટક ચુંટણીમાં જીત મેળવ્યા બાદ બીજેપી વિકાસનાં કામને આપશે પ્રાધ્યાન્યઃ રવિશંકર પ્રસાદ

May 15, 2018, 11:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કર્નાટક : કર્નાટક ચુંટણીનાં પરિણામ સામે આવી રહ્યા છે, જેમાં હાલ બીજેપી સ્પષ્ટ બહુમતી સાથે આગળ દેખાઇ રહ્યુ છે. શરૂઆતનાં રૂઝાનમાં કોંગ્રેસ જીત તરફ અગ્રેસર લાગતુ હતુ પરંતુ હાલમાં બીજેપી કર્નાટકમાં સરકાર બનાવશે તે દેખાઇ રહ્યુ છે. આ મુદ્દે રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહની મહેનત રંગ લાવી છે. આજનાં દિવસે અમે ઘણી વિનમ્રતા દાખવી રહ્યા છીએ. હવે લક્ષ્ય વિકાસનાં કામને એક ઉંચાઇ સુધી લઇ જવાનો રહેશે.



આજે સવારે કર્નાટક ચુંટણીનાં પરિણામનાં રૂઝાનમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યુ હતુ, જેને જોતા બીજેપી અને કોંગ્રેસ વચ્ચે સીટોનું અંતર ઓછુ રહેશે તે દેખાઇ રહ્યુ હતુ પરંતુ હાલમાં આવી રહેલા રૂઝાન મુજબ બીજેપી કર્નાટકમાં સરકાર બનાવશે તે સ્પષ્ટ થઇ રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. રૂઝાનમાં પાર્ટીને મળી રહેલી જીતને બીજેપીનાં કાર્યકર્તાઓ વધાવી રહ્યા છે. બીજેપી નેતા રવિશંકર પ્રસાદનું કહેવુ છે કે, આજનો દિવસ કામ કરવાનો દિવસ છે, વિકાસનાં કામને આગળ વધારવાનો દિવસ છે. સાથે તેમણે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહનાં વખાણ કરતા કહ્યુ કે, તેમણે અહી ખુબ મહેનત કરી અને આખરે તેમની મહેનત રંગ લાવી છે.