loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ફરીથી તીવ્ર ઠંડી


Foto

અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ફરીથી તીવ્ર ઠંડી

Jan. 17, 2019, 5:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થયો છે અને ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. આ સ્થિતિ આગામી બે દિવસ દરમિયાન અકબંધ રહે તેવી શક્યતા છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડી ક્રમશઃરીતે ઘટતી જશે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૦.૯ ડિગ્રી રહ્યું હતું.

રાજ્યના કેટલાક ભાગોમાં આજે પણ પારો ૧૦થી નીચે રહ્યો હતો જેમાં નલિયામાં ૮.૮ અને ગાંધીનગરમાં ૯.૩ ડિગ્રી પારો રહ્યો હતો. રાજ્યના જે ભાગોમાં લઘુત્તમ તાપમાન ઓછું રહ્યું હતું તેમાં ડિસામાં ૧૦.૧, અમરેલીમાં ૧૦.૨, રાજકોટમાં ૧૦.૯ અને કંડલા એરપોર્ટ ખાતે ૧૦.૪ ડિગ્રી પારો રહ્યો હતો. કોલ્ડવેવની કોઇપણ ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી નથી. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની સાથે સાથે સતત ફેરફારની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે.