loader

Breaking News


Home > National > જેટ એરવેઝનાં ક્રૂ મેમ્બરની બેદરકારી આવી સામે, યાત્રીઓનાં નાક, કાનમાંથી નિકળ્યું લોહી


Foto

જેટ એરવેઝનાં ક્રૂ મેમ્બરની બેદરકારી આવી સામે, યાત્રીઓનાં નાક, કાનમાંથી નિકળ્યું લોહી

Sept. 21, 2018, 1:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : જેટ એરવેઝની ફ્લાઇટમાં ગઇ કાલે સવારે ભારે અફડાતફડી મચી ગઇ હતી, જ્યારે મુંબઇથી જયપુર જતી ફ્લાઇટનાં યાત્રીઓનાં કાન અને નાકમાંથી લોહી નિકળવા લાગ્યા હતા. ફ્લાઇટમાં રહેલા યાત્રીઓ પૈકીનાં ૩૦ યાત્રીઓનાં નાક અને કાનથી લોહી નિકળવા લાગ્યા હતા. જેના કારણે વિમાનને તરત જ ફરી બોલાવી લેવાની ફરજ પડી હતી. સુત્રોનાં જણાવ્યા મુજબ આ પાછળ ક્રૂ મેમ્બરની બેદરકારી જવાબદાર છે.



મળતી માહિતી અનુસાર, ક્રૂ મેમ્બર કેબિન પ્રેશર મેન્ટેન કરનાર સ્વીચને દબાવવાનું ભુલી જતા આ સ્થિતી સર્જાઇ હતી. જેના કારણે વિમાન ઉપર પહોંચી ગયા બાદ લોકોને હવાની કમી લાગવા લાગી હતી. જેના કારણે ટુંકા સમયમાં જ કેટલાક યાત્રીઓનાં કાન અને નાકમાંથી લોહી નિકળવા લાગી ગયા હતા. જ્યારે બાકીનાં લોકોનાં માથામાં દુખાવાની શરૂઆત થઇ ગઇ હતી. વિમાનમાં કુલ ૧૬૬ યાત્રી મુસાફરી કરી રહ્યા હતા. આ બાબતે ધ્યાન દોરતા તરત જ વિમાનને મુંબઇ એરપોર્ટ પર ઉતારી લેવામાં આવ્યુ હતુ. અસરગ્રસ્ત વિમાની યાત્રીઓને એરપોર્ટ પર તુરંત જ સારવાર આપવામાં આવી હતી.