loader

Breaking News


Home > National > છેલ્લા ચાર વર્ષોનાં પીએમ મોદીનાં વિદેશ યાત્રાનો ખર્ચ આવ્યો સામે, જાણીને તમે ચોંકી જશો


Foto

છેલ્લા ચાર વર્ષોનાં પીએમ મોદીનાં વિદેશ યાત્રાનો ખર્ચ આવ્યો સામે, જાણીને તમે ચોંકી જશો

July 20, 2018, 10:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મોદી સરકાર દ્વારા સતત કહેવામાં આવ્યુ છે કે ન ખાઉગા, ન ખાને દૂગા. આ નિવેદન બાદ સૌ કોઇ સરકારની વાહ વાહીમાં વ્યસ્ત રહેતા જોવા મળ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે ન ખાઉગા ઔર ન ખાને દૂગા કહેતા પીએમ મોદીનાં ચાર વર્ષનાં વિદેશ યાત્રાનો ખર્ચ કેટલો છે? તાજેતરમાં સામે આવ્યુ છે કે, પીએમ મોદીની 84 દેશોની યાત્રા દરમિયાન 1,484 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.




રાજ્ય મંત્રી વીકે સિંહએ એક સવાલનાં જવાબમાં મોદીનાં વિદેશ યાત્રા દરમિયાન ખર્ચ કરવામાં આવેલા નાણાંની જાણકારી જાહેર કરી છે. આ આંકડા અનુસાર, 15 જૂન 2014 અને 10 જૂન 2018 દરમિયાન પીએમ મોદીનાં વિમાનની સારસંભાળમાં 1088.42 કરોડ રૂપિયા અને ચાર્ટર્ડ ઉડાણ પર 387.26 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે હોટલાઇન પર 9.12 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બોલિવુડની એક ફિલ્મનો ડાયલોગ જેમા કહેવામાં આવ્યુ કે પિંક્ચર તો અભી બાકી હૈ, તેવી જ રીતે પીએમ મોદીનો કાર્યકાળ હજુ પૂરો થયો નથી તેથી કહી શકાય કે અહી પણ પિંક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. જોવાનું રહેશે કે આવનારા સમયમાં આ ખર્ચનો આંકડો કેટલા સુધી પહોચી શકે છે.