loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ સ્થિત ઇસરોમાં લાગી આગ, એન્ટીના લેબને થયું નુકશાન


Foto

અમદાવાદ સ્થિત ઇસરોમાં લાગી આગ, એન્ટીના લેબને થયું નુકશાન

May 4, 2018, 10:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદમાં સ્થિત ઈસરોનાં સ્પેસ એપ્લીકેશન સેન્ટર બિલ્ડીંગમાં ગઈકાલે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કોઈ મોટું નુકશાન થયું નહોતું. ઘટનાસ્થળે ૨૫ થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓએ આવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. બિલ્ડીંગમાં હાજર ૪૦ વૈજ્ઞાનિકો સુરક્ષિત હતા જો કે એક CISF જવાન ઘાયલ થયા હતા.

આ આગથી કોઈ મોટું નુકશાન થયું નહોતું પરંતુ સુત્રોનાં જણાવ્યા મુજબ આ દુર્ઘટનાને કારણે સેન્ટરમાં રહેલા એન્ટીના ટેસ્ટ લેબને નુકશાન થયું છે. આ એક હાઈટેક સીસ્ટમ છે જે સેટેલાઈટનાં સંચાલન માટે ઉપયોગમાં લેવાય છે.ઉલ્લેખનીય છે કે ISRO માં કોઈપણ ઉપકરણની તપાસમાં ઘણો ખર્ચ આવે છે. સ્પેસ સત્હેબ જોડાયેલ કાર્યક્રમો ખુબ ખર્ચાળ હોય છે. જો કે આગ લાગી છે તે સેટેલાઈટનાં ઉપકરણને કોઈ નુકશાન પહોંચ્યું નથી.