loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં કોંગ્રેસ ‘આપના દ્વારે’ નામના અભિયાનની શરૂઆત કરવામાં આવી


Foto

અમદાવાદમાં કોંગ્રેસ ‘આપના દ્વારે’ નામના અભિયાનની શરૂઆત કરવામાં આવી

May 21, 2018, 3:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : કોંગ્રેસ હવે સંગઠનને મજબૂત કરવા માટે નવા નવા અભિયાનોની શરૂઆત કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસે 'કોંગ્રેસ આપના દ્વારે' ના નામથી એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં તે ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક કરશે. કોંગ્રેસ શહેરી વિસ્તારમાં પોતાનું સંગઠન મજબૂત કરવા માગે છે. જેથી તેને કોંગ્રેસ આપના દ્વારેના નામથી એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં તે લોકોના ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક કર્યો હતો.

આ અભિયાનમાં પ્રદેશ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, નેતા વિપક્ષ અને ધારાસભ્યો પણ જોડાયા હતા. મહત્વનું છે કે કોંગ્રેસ આ કાર્યક્રમને ૪૮ વોર્ડમાં યોજાશે. જેમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા લાંભા વોર્ડમાં, પરેશ ધાનાણી ઠક્કરબાપાનગર વોર્ડમાં, અર્જુન મોઢવાડીયા અમરાઈવાડી વોર્ડમાં અને દિપક બાબરીયા ભાઈપુરા વોર્ડમાં જશે તેમ કાર્યક્રમ ગોઠવાયો છે. આમ અલગ અલગ નેતાઓને અલગ અલગ વોર્ડની ફાળવી કરી દેવામાં આવી છે. જેથી દરેક લોકો સુધી પહોંચી શકે.