loader

Breaking News


Home > Gujarat > અમદાવાદઃ સવારથી જ ઝલેબી-ફાફડા ખાવા લોકોની ભીડ ઉમટી


Foto

અમદાવાદઃ સવારથી જ ઝલેબી-ફાફડા ખાવા લોકોની ભીડ ઉમટી

Oct. 18, 2018, 10:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં શુક્રવારે વિજયાદશમીની આસ્થાઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. રાવણ દહન, રામલીલા સહિતનાં ભવ્ય કાર્યક્રમો પણ યોજાશે પરંતુ આ ધાર્મિક ઉજવણી વચ્ચે પણ સ્વાદનાં રસિયાઓ દશેરાનાં દિવસે ફાફડા-જલેબીની પરંપરાગત જયાફત ઉડાવી ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરશે.



શહેરમાં ફરસાણની દુકાનોવાળા ફાફડા-જલેબીનાં વેચાણ માટે ખાસ કાઉન્ટર અને સ્ટોલ ઉભા કર્યા છે કારણ કે, દશેરાએ ફાફડા-જલેબી ખરીદવા લોકોની લાંબી લાઇનો લાગતી હોય છે. અમદાવાદીઓ માટે ફાફડા-જલેબી વિના વિજયાદશમીનાં પર્વની ઉજવણી અધૂરી જ ગણવામાં આવે છે. એક અંદાજ અનુસાર અમદાવાદીઓ ગુરૂવાર રાતથી શુક્રવારનાં સમગ્ર દિવસ દરમિયાન અંદાજે રૂ.૧૭ કરોડથી વધુનાં ફાફડા-જલેબી ઝાપટી જશે. આ વર્ષે ફાફડા-જલેબીમાં ૧૦ થી ૧પ ટકા ભાવ વધારો જોવા મળ્યો છે, છતાં વધેલા ભાવની પરવા કર્યા વગર શહેરીજનો હોંશે હોંશે ફાફડા-જલેબી અને ચોળાફળી આરોગશે.

અમદાવાદમાં ગઇ કાલ રાતથી જ ફાફડા-જલેબી અને ચોળાફળીની ખરીદીમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. આ તડાકાનો લાભ લેવા માટે ફરસાણનાં વેપારીઓએ સામાન્ય દિવસોની સરખામણીએ ફાફડા-જલેબીની કિંમતમાં પણ વધારો કરી દીધો છે. દશેરાને લઇ ફાફડાનો ભાવ રૂ.૩૪૦થી રૂ.૪૦૦ અને શુધ્ધ ઘીની જલેબીનો રૂ.૬૦૦થી લઇ રૂ.૧૦૦૦ સુધીનો ભાવ બોલાઇ રહ્યો છે. શહેરની પ્રખ્યાત અને નામાંકિત કેટલીક ફરસાણની દુકાનમાં પ્રતિકિગ્રા ફાફડાની રૂ.૬૫૦ અને જલેબીની રૂ.૭૫૦ કિંમત રાખવામાં આવી છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ ૩૦ ટકા વધારે છે. આ ઉપરાંત ચોળાફળીની કિંમત સરેરાશ રૂ.૪૫૦નો ભાવ બોલાઇ રહ્યો છે. મુખ્યત્વે ફરસાણમાં ૦ ટકા ટેક્સ હતો, જે વધીને ૧૨ ટકા જેટલો થઈ જતાં ફરસાણ મોંઘાં થયાં છે, સાથે-સાથે ડીઝલ અને મજૂરીનાં ભાવ વધતાં આ ભાવવધારો નોંધાયો છે.