loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ : ભાજપનાં નેતાઓના વિરોધ કરતાં દલિત આગેવાનોની ધરપકડ, જામનગર - વડોદરામાં ઘર્ષણ


Foto

અમદાવાદ : ભાજપનાં નેતાઓના વિરોધ કરતાં દલિત આગેવાનોની ધરપકડ, જામનગર - વડોદરામાં ઘર્ષણ

April 14, 2018, 10:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : બંધારણનાં ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનો આજે જન્મ દિવસ છે. અમદાવાદમાં સારંગપુર ખાતે આવેલા બાબા સાહેબનાં સ્ટેચ્યુ આગળ ભાજપનાં નેતાઓ પુષ્પાંજલિ કરવા પહોંચ્યા ત્યારે તેમને દલિત યુવકોનાં રોષનો ભોગ બનવું પડયું હતું. જીગ્નેશ મેવાણીએ આપેલી ચીમકી મુજબ એટ્રોસિટી એક્ટ અંગે કોઈ નિર્ણય નાં લેવાયો તો ભાજપનાં કોઈપણ નેતાને બાબા સાહેબની પ્રતિમાને હાથ લગાડવા નહી દઈએ જે આજે સાચી પડી હતી.

આજે સારંગપુર ખાતે ભાજપનાં સાસંદ કિરીટ સોલંકી સહીત ભાજપનાં નેતાઓ આવી પહોંચતા તેમનો ભારે વિરોધ થયો હતો . પોલીસે દલિત આગેવાનોની ધરપકડ કરી લીધી હતી. આ આગેવાનોમાં સુબોધ પરમાર, ભરત શાહ, જગદીશ ચાવડા, બીપીન રોય, રાજુ વલવાઈકર સહીતની ધરપકડ કરી હતી. તેઓને કાલુપુર પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યાં હતા.

વધુમાં જામનગર અને વડોદરામાં પણ પોલીસ સાથે દલિત યુવકોનું ઘર્ષણ થયું હતું. ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા જતા દલિત યુવકોને પોલીસે અટકાવ્યા હતા. જેના બાદ પોલીસ અને દલિત યુવકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે ત્યારબાદ દલિત યુવકોએ ભાજપનાં પ્રદેશ મંત્રી જીવરાજ ચૌહાણને ભગાડયા હતા.