loader

Breaking News


Home > Gujarat > અમદાવાદઃ આરટીઓમાં નવા વાહનોનાં રજિસ્ટ્રેશનને લઇને ભરાવો


Foto

અમદાવાદઃ આરટીઓમાં નવા વાહનોનાં રજિસ્ટ્રેશનને લઇને ભરાવો

Oct. 17, 2018, 11:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : આરટીઓની વાહન સંબંધિત તમામ કામગીરી હવે અમદાવાદમાં જ નહીં પણ રાજ્યભરમાં ઓનલાઈન ફરજિયાત કરાઈ છે. મેન્યુઅલ કામગીરીની તુલનાએ ઓનલાઇન કામગીરીની પ્રક્રિયા ઝડપી બની છે, છતાં રાજ્યની સૌથી મોટી અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓમાં નવાં વાહનોનાં રજિસ્ટ્રેશન માટેનો પાંચ હજારથી વધુ વાહનોનો બેકલોગ થતાં આરટીઓ કચેરીને ઉજાગરો કરીને પણ આ કામગીરી લાઈન અપ કરવાની ફરજ પડી છે.



નવરાત્રિ પર્વની શરૂઆત સાથે જ હવે તહેવારોની સિઝન હવે શરૂ થઈ રહી છે. નવરાત્રીનાં દિવસો આઠમ અને દશેરાનાં દિવસે સૌથી વધુ નવાં વાહનોનું વેચાણ થાય છે. આ સમયે નવા રજિસ્ટર્ડ થયેલાં વાહનોની કામગીરીનો બેકલોગ વધુ સંખ્યામાં વધી શકે છે. તેથી આરટીઓ તંત્રએ અત્યારે જૂનો બેકલોગ દૂર કરવા માટે અડધી રાત સુધી કચેરી ખુલ્લી રાખીને કામગીરી કરવાનું શરૂ કર્યું છે. તા.૧ ઓગસ્ટથી તમામ આરટીઓમાં ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેમાં નવાં વાહનોનાં રજિસ્ટ્રેશન અને ર્પાસિંગની વિધિ ઓનલાઈન કરવામાં થઈ રહી છે. નવાં વાહનો જે માલિકે ખરીદ્યાં હોય તેના તમામ પેપર્સ ડીલરોએ ઓનલાઈન અપલોડ કરવાના રહે છે અને એક જ સોફટવેર મારફતે આ ઓનલાઈન અપલોડ થયેલાં પેપર્સ આરટીઓમાં બેઠેલા ઈન્સ્પેકટર તપાસી શકે છે.