loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ, ગાંધીનગર ખાતે દબાણ હટાવ ઝુંબેશમાં લોખંડ, ભંગારીયાઓને ત્યાં ભંગારનો ખડકલા


Foto

અમદાવાદ, ગાંધીનગર ખાતે દબાણ હટાવ ઝુંબેશમાં લોખંડ, ભંગારીયાઓને ત્યાં ભંગારનો ખડકલા

Aug. 28, 2018, 4:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં દબાણ હટાવો ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે દબાણ હટાવ ઝુંબેશમાં પ્રજાજનોનો પણ મોટો આવકાર મળી રહ્યો છે. ગેરકાયદેસર દબાણો કરીને આવન-જાવનના રોડ, રસ્તાઓ પણ બ્લોક કરી નાંખ્યા છે. ત્યારે એક નહીં અનેક રજૂઆતો કરવા છતાં તંત્રનું પાણી હાલતું ન હતું. અને તંત્ર તથા દબાણકારોની મીલી ભગત અને સેટીંગ ડોટકોમના કારણે ભારે દબાણકારો ફાટીને ધૂમાડે ગયા હતા. ત્યારે ગુ.હાઈકોર્ટના ચુકાદા અને જીએચસીની ગાઈડલાઈનથી તમામ ગુજરાતમાં દબાણ હટાવોની ઝુંબેશ તેજ કરતાં રોડ, રસ્તા જે વર્ષોથી સાંકડા થઈ ગયા હતા તે હવે ફાંકળા થયા છે.

આ દબાણ હટાવો ઝુંબેશ અમદાવાદતી લઈને ગાંધીનગરમાં થતાં દબાણકારોને દોડતા તો કરી દીધા પણ દબાણ હટાવો ઝુંબેશમાં લોખંડ, ભંગારીયાઓને તડાપડી ગયા છે. વર્ષોથી ધંધો કરતા આ ભંગારીયાઓને ક્યારેય આટલું લોખંડ ભંગાર અને દબાણો ઝુંબેશમાં તૂટેલો કાટમાળ અને સળીયા પણ ભંગારમાં આવવા માંડ્યા છે. દબાણની ઝુંબેશ વેગવંતી બનતા ભંગારીયાઓને તડાપડી ગયા છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર ખાતે જે દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. તેમાં જે દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે, તેમાં જે કાટમાળ, સળીયા, લોખંડની જાળીઓ, રોડ, જેવી ચીજવસ્તુઓ દબાણ શાખા જે હટાવવા આવે છે તે નોંધે છે, ખરા ? ત્યારે આવતા લોખંડના સળીયાથી લઈને તમામ ચીજવસ્તુઓ ભંગારમાં ચોરી છુપે પાલીકાના કર્મચારીઓ જ વેચી દે છે. અને ઘણી જગ્યો તો આ ભંગારમાં આવેલા અને શશક્ત હોય તેવી ચીજવસ્તુઓ લોકો પોતાના ઘરે અને સગા સંબંધીઓને પહોંચાડી રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પાટનગરમાં દબાણ હટાવો ઝુંબેશ દરમ્યાન હો‹ડગ્સ બોર્ડની ફ્રમો, કઠોડા, દાદરા જેવી ચીજવસ્તુ હજારો નહીં લાખ રૂપિયા ઉપરની રકમમાં બનીત હોય છે. જેના વજન પણ ચકાસવામાં ાવે તો હજારો કિલો થતું હોય છે. ત્યારે દબાણ હટાવની જારશોરથી ચાલતી ઝુંબેશ ભંગારીયાઓને તો તડા પડયા છે. પણ આ લોખંડ, ભંગાર પાલીકાના સ્ટાફ દ્વારા પમ પહોંચાડવામાં આવતી હોવાની ચર્ચા જાગી છે. ત્યારે પાટનગરના સે.૧૫માં આવેલા ભંગારવાડામાં ભંગારનો તો ખડકલો થયેલો છે, પણ રાત્રે આ ભંગાર લેવામાં આવે અને આ ભંગાર રાતો રાત જ ગાયબ કરી દેવામાં આવે છે તેવું સુત્રો જણાવે છે.

દબાણ હટાવોની ઝુંબેશમાં ક્યારેય ભંગારીયઓને ભંગાર આટલો મળ્યો નથી. અને ઘરે બેઠા ચાંદી હોય તેમ મજા પડી ગઈ છે. ત્યારે સેક્ટરોમાં રહેતાં વસાહતીઓ ભંગારવાળાને ભંગાર આપવા ફોન કરવા છતાં આપતા પણ નથઈ. માલ અને પડતર વધી જતાં અને ઘર બેઠા ગંગા હોય તેમ લોખંડ, બંગાર અને ભંગાર જે આપી જાય છે. તે ભલે ભંગારના ભાવમાં જાય પમ કામની ચીજવસ્તુઓ સારા ેવા આકર્ષક ભાવે વેચાઈ રહી છે. ગાંધીનગરનો ભંગાર અને લોખંડ હવે કલોલ, માણસા, દહેગામ જેવા વિસ્તારોમાં વહેંચાઈ રહ્યું છે, ત્યારે સારી એવી ચીજવસ્તુઓ ગ્રામ્ય વિસ્તારોમાં પાલીકાની ટ્રકમાં ભંગારના સામાનની કોઈ જ પ્રકારની નોંધણી કરવામાં આવતી નથી એટલે પાછો ભંગાર કોઈ આવવાનું નથી એટલે પાલીકાના કર્મચારીઓને તથા ભંગારીયાઓને બખ્ખા થઈ ગયા છે. ત્યારે ભંગારીયાઓ પણ હજુ વધારે દબાણ હટાવ ઝુંબેશ ચાલે તેવી આશા સેવી રહ્યા છે. ત્યારે ભંગારીયાઓ ટુંક જ સમયના દિવસોમાં ફોર વ્હીલવાળું વાહન ફેરવતા થઈ જાય તો નવાઈ નહીં.