loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ - મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુશ્કેલીમાં, ખેડૂતોએ જમીન આપવાનો નનૈયો ભણ્યો


Foto

અમદાવાદ - મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુશ્કેલીમાં, ખેડૂતોએ જમીન આપવાનો નનૈયો ભણ્યો

April 10, 2018, 5:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઇ ગઇ છે પરંતુ લાગે છે કે, બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે મોદી સરકારને કપરા ચઢાણ ચઢવા પડશે. પ્રોજેકટની કામગીરી વેગ પકડે તે પહેલાં જ તેના આડેના અંતરાયો અને વિવાદો શરૂ થઇ ગયા છે.

આજે વડોદરા ખાતે ગાંધીનગર ગૃહમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કપાત જતી જમીનના ખેડૂતો-જમીન માલિકો અને જમીન સંપાદન કરનાર એજન્સી વચ્ચે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂતોની જાણ બહાર આ બેઠક બારોબાર રાખી દેવાઇ હોવાની ચોંકાવનારી વાત સામે આવતાં બેઠકમાં હાજર ખેડૂતોએ જોરદાર આક્ષેપો અને ઉગ્ર સ્વર સાથે હોબાળો કર્યો હતો.

જો કે આ હોબાળાને કારણે સમગ્ર બેઠક જ મુલત્વી રાખવાની ફરજ પડી હતી. બીજી બાજુ, વડોદરા, સુરત સહિતના ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે પોતાની જમીનો આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હોવાનો પણ નવો વિવાદ સામે આવી રહ્યો છે, તેથી મોદી સરકારની અને પ્રોજેકટના સત્તાધીશોની ચિંતામાં વધારો થયો છે.