loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ મ્યુનિનો સપાટો: દરોડા દરમિયાન 25,000નો પ્લાસ્ટિકનો જથ્થો પકડ્યો 71,000 દંડ ફટકાર્યો.


Foto

અમદાવાદ મ્યુનિનો સપાટો: દરોડા દરમિયાન 25,000નો પ્લાસ્ટિકનો જથ્થો પકડ્યો 71,000 દંડ ફટકાર્યો.

June 9, 2018, 3:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : જ્યારથી સરકારે પ્લાસ્ટિકનાં પાઉચ ઉપર પ્રતિબંધ લાગયો છે ત્યારથી અમદાવાદ એએમટીએસ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી ગયું છે, પાનનાં ગલ્લાં, દુકાનો અને જ્યાં પ્લાસ્ટિકનો મહત્તમ ઉપયોગ થયા છે એવી જગ્યાઓએ તંત્રએ ત્રાટકવાનું શરૂ કરી દીધું છે તેનાં અનુસંધાને તંત્રએ નારણપુરા વિસ્તારમાં સ્વામિનારાયણ મ્યુઝિયમની બાજુમાં આવેલા બેંક-ફ્રી નામનાં પાણીનાં પેકેજીંગ એકમમાં આજે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે ઓચિંતી રેડ પડી તો 25000 નો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી નાખ્યો હતો. મ્યુનિસિપાલિટી અધિકારીઓએ તમામ જથ્થો જપ્ત કરી 75,000રૂ નો દંડ ફરકારી દેતા દુકાનદારો, માલિકોમાં ચોતરફ , સનસનાટી ફેલાઈ ગઈ છે.

AMCએ શહેરમાં શરૂ કરેલાં 40મીમી થી પાતળાં પ્લાસ્ટિકની થેલીઓ, પાણીનાં પાઉચ, પાન-મસાલાનાં રેપરો સામેની ઝુંબેશને પરિણામે પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરાયો હતો. બીજી બાજુ મ્યુન્સીપાલ્ટીના જ કેટલાક કર્મચારીઓ શાકભાજીવાળાઓ, લારી-ગલ્લાં વાળાઓને છાવરીને તેમની પાસેથી હપ્તા રૂપે રકમ ઉઘરાવવાં માંડ્યાં છે, બીજી તરફ એવી પણ ચર્ચા ઉઠી છે એ હેલ્થ ખાતું શું આટલું જ સક્રિય રહેશે કે કેમ? તેવી ચર્ચા ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આવી જ ઝુંબેશ વર્ષ 2011-12માં શરૂ કરાઈ હતી ત્યારે પણ આવો જ ફફડાટ AMC દ્વારા ઉભો કરાયો હતો પણ અઠવાડિયું હલ્લો બોલાવ્યાં પછી જૈસે થે એવી પરિસ્થિતિ થઇ ગઈ હતી. ગઇકાલે મ્યુનિસિપાલ્ટીએ દરોડા દરમિયાન પાંચ ધંધાદારી એકમો સીલ કર્યા. 755ને નોટિસ આપી અને 5.16 લાખનો દંડ વસુલ કર્યો હતો.