loader

Breaking News


Home > Gujarat > અમદાવાદઃ પોલીસની ગુંડાગર્દી આવી સામે, રિક્ષા ચાલકને માર્યો ઢોર માર


Foto

અમદાવાદઃ પોલીસની ગુંડાગર્દી આવી સામે, રિક્ષા ચાલકને માર્યો ઢોર માર

Aug. 23, 2018, 11:27 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પોલીસની ફરજમાં આવે છે કે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવુ અને કરાવવું તેમજ અસામાજીક તત્વોથી સામાન્ય પ્રજાને રક્ષણ આપવુ પરંતુ જ્યારે પોલીસ જ રક્ષક બનીને ભક્ષક બને છે ત્યારે સામાન્ય પ્રજાનું કોણ તેવો પ્રશ્ન લોકોનાં મનમાં ઉદભવી રહ્યો છે. જેનું તાજેતરનું ઉદાહરણ અમદાવાદનાં શિવરંજની વિસ્તારમાં જોવા મળ્યુ હતુ, જ્યા એક પોલીસવાળાએ બેફામ ગુંડાગર્દી આચરીને એક રિક્ષા ચાલકને ઢોર માર માર્યો હતો.



અમદાવાદમાં આવેલા શિવરંજની બીઆરટીએસ પાસે એક પોલીસવાળાએ રિક્ષા ચાલકને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ પોલીસવાળા દ્વારા રિક્ષા ચાલકને મારતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાખી વર્દીમાં છુપાયેલી આ ગુંડાગર્દીએ લોકોને પણ વિચારતી કરી દીધી છે. જાહેરમાં રિક્ષા ચાલકને ડંડાથી ફટકાર્યા બાદ પણ તે પોલીસવાળાનો ગુસ્સો શાંત ન થયો અને ત્યાર બાદ પોલીસ રિક્ષાચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ વાનમાં બેસાડીને લઇ ગઇ હતી. જો કે આ ઘટનાની સોશિયલ મીડિયામાં ઘણી આલોચના કરવામાં આવી રહી છે. ઘણા લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે વર્દીની આડમાં પોલીસવાળાની ગુંડાગર્દી ક્યા સુધી ચાલશે?