loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ : આરટીઓમાં સર્વર ઠપ થતાં વાહનોનું રજિસ્ટ્રેશન ખોરવાયું


Foto

અમદાવાદ : આરટીઓમાં સર્વર ઠપ થતાં વાહનોનું રજિસ્ટ્રેશન ખોરવાયું

Dec. 6, 2018, 1:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ આરટીઓમાં વારંવાર સર્વર ઠપ રહેવાથી નવાં વાહનો માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા થઇ શકતી નથી, જેના કારણે આજનાં દિવસે ચાર હજારથી વધુ નવાં વાહનોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઠપ છે. નવા વાહનનો રજિસ્ટ્રેશન નંબર નહીં હોવાના કારણે શહેરનાં રસ્તા પર એપ્લાઇડ ફોર રજિસ્ટ્રેશન લખેલી ગાડીઓને પુરપાટ ઝડપે વાહન ચલાવવાનો ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરવાનો જાણે પરવાનો મળી જાય છે.



આરટીઓમાં સર્વર ઠપ, ટેકનીકલ ક્ષતિ સહિતની અનેક સમસ્યાઓને લઇ રોજબરોજનાં કામ અર્થે આવતાં હજારો નાગરિકો-વાહનચાલકો ભયંકર હાલાકીનો ભોગ બની રહ્યા છે છતાં, તંત્રનાં પેટનું પાણી હલતું નથી. ટુ વ્હીલર-ફોર વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનો ખરીદી કર્યા બાદ શો-રૂમ દ્વારા કરવામાં આવતી વાહનનાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઇન ફરજિયાત કરાઈ છે. સરકારે આરટીઓને મોડલ આરટીઓ બનાવીને પેપરલેસ બનાવવાની ફરજિયાત તો કરી દીધી, પરંતુ આ આધુનિક સિસ્ટમ બાબા આદમનાં સમયની હોઈ તેમાં ક્યારેક એરર તો ક્યારેક સર્વર ઠપ કે ટેકનિકલ ક્ષતિ સહિતનાં પ્રશ્નોનાં કારણે છેવટે મુશ્કેલી તો વાહન માલિકોનાં માથે જ આવે. રજિસ્ટ્રેશન માટે લાંબો સમય વીતી જવાથી કંટાળેલા વાહન ચાલકો ડીલરો પાસે સતત ઉઘરાણી કરે છે અને ડીલરો આરટીઓનાં ધરમધક્કા ખાવા મજબૂર બને છે. શહેરનાં ૯૦થી વધુ ડીલરોને ત્યાં દરરોજ નવાં વાહનોનું વેચાણ થઈ રહ્યું છે.