loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ : બીઆરટીએસ કોરિડોરનાં રસ્તા અને સર્કલ જોખમી


Foto

અમદાવાદ : બીઆરટીએસ કોરિડોરનાં રસ્તા અને સર્કલ જોખમી

Jan. 11, 2019, 11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : શહેરનાં વિવિધ વિસ્તારમાં બીઆરટીએસ બસ દ્વારા વાહનચાલકોને ટક્કર મારવાના અને તેના કારણે નિર્દોષ નાગરિકોનાં મોત નીપજવાના તાજેતરમાં સામે આવેલા કિસ્સાઓ બાદ હવે બીઆરટીએસ બસની સેવા અને તેના ડ્રાઇવરોની વાહન ચલાવવાની પધ્ધતિ અને ક્ષમતાને લઇ ગંભીર સવાલો ઉઠયા છે.



બીજીબાજુ, શહેરમાં બીઆરટીએસનાં કોરિડોરનાં ૪૦૦ જેટલા ચાર રસ્તા અને સર્કલ ઘણા જોખમી અને અકસ્માત માટે સૌથી રિસ્કી છે, જેથી આ સ્થાનો અથવા તો પોઇન્ટ પર અમ્યુકો અકસ્માત નિવારણ પગલા અથવા તો બમ્પ, નિશાનો સહિતનાં પગલાં લે તેવી નગરજનોમાં માંગ ઉઠવા પામી છે. તો અમ્યુકો સત્તાવાળાઓએ પણ તાજેતરમાં ઉપરાછાપરી બીઆરટીએસ બસનાં બે જીવલેણ અકસ્માત સર્જનાર ખાનગી ઓપરેટર ચાર્ટર્ડ સ્પીડને પાંચ-પાંચ લાખ રૂપિયાનો આકરો દંડ ફટકારી હવે સ્પીડ લિમિટ બાંધવાની દિશામાં તેમ જ ડ્રાઇવરોને પધ્ધતિસરની ટ્રેનીંગ અને માર્ગદર્શન માટેની કવાયત હાથ ધરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરટીઓથી વાસણાનાં ચંદ્રનગર વચ્ચે વર્ષ ૨૦૦૯માં શહેરની સર્વપ્રથમ બીઆરટીએસ બસ સર્વિસ શરૂ કરાઇ હતી.