loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ : શરુ થઇ ભગવાન જગન્નાથની રથયાત્રા, રૂપાણી - શાહ હાજર


Foto

અમદાવાદ : શરુ થઇ ભગવાન જગન્નાથની રથયાત્રા, રૂપાણી - શાહ હાજર

July 14, 2018, 12:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૧ મી રથયાત્રા શરુ થઇ ગઈ છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મંદિર અને પોલીસે દરેક રીતે મજબુત સુરક્ષા બંદોબસ્ત કરી રાખ્યો છે. સુરક્ષાબળનાં જવાનોને પણ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યાં છે. આ રથયાત્રામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ થયા છે.

આ અગાઉ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે રથને ખેંચીને આ રથયાત્રાની શરૂઆત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પરંપરા મુજબ રથ આગળ ઝાડું પણ લગાવ્યું હતું. અમદાવાદમાં આ રથયાત્રા લગભગ ૭ વાગ્યે નીકળી હતી. આ રથયાત્રામાં સામેલ થવા માટે દેશનાં ખૂણે ખૂણેથી લોકો અમદાવાદ પહોંચી રહ્યા છે. આજે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા પર નીકળશે.