loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ : મ્યુનિસિપલ શાળાઓમાં 4 વર્ષમાં 46 હજાર વિદ્યાર્થી થયા ઓછા


Foto

અમદાવાદ : મ્યુનિસિપલ શાળાઓમાં 4 વર્ષમાં 46 હજાર વિદ્યાર્થી થયા ઓછા

Nov. 7, 2018, 1:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સંચાલિત મ્યુનિસિપલ શાળાઓમાં છેલ્લાં કેટલાંય વર્ષથી કોઇ ઉચ્ચ પદાધિકારી તો છોડો, પરંતુ સામાન્ય કારકુનનો બાળક પણ ભણતો નથી તેનું કારણ સ્માર્ટ લર્નિંગનાં ઢોલ- નગારા વગાડી થઇ રહેલા દાવાઓ વચ્ચે મ્યુનિસિપલ શાળામાં શિક્ષણનું સતત કથળી રહેલું સ્તર છે.



મ્યુનિસિપલ સ્કૂલોમાં બાળકોના શિક્ષણની કથળતી સ્થિતિ અને ઘટી રહેલા વિદ્યાર્થીઓની ચોંકાવનારી હકીકત એ છે કે, છેલ્લા ચાર વર્ષમાં શહેરની મ્યુનિસિપલ શાળાઓમાં ૪૬ હજાર વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. આટલી ગંભીર અને ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં લઇને હવે અમ્યુકો અને રાજય સરકારનાં સત્તાવાળાઓ જાગે તો સારૂ અને આ ખરાબ પરિસ્થિતિનાં નિવારણ માટે હવે અસરકારક પગલા ભરે તેવી માંગણી રાજયના શિક્ષણવિદોમાં ઉઠવા પામી છે. મ્યુનિસિપલ શાળાઓમાં આજે પણ ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીને સાદું ગુજરાતી પણ કડકડાટ બોલતાં કે લખતાં આવડતું નથી. બીજી તરફ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા ચાર વર્ષમાં ૪૬ હજારથી વધુ બાળકોનો ઘટાડો થયો છે.

જો કે સત્તાવાળાઓ તો વિદ્યાર્થીઓની સતત ઘટતી જતી સંખ્યા માટેનાં કારણોમાં નાગરીકોની વધેલી આર્થિક સમૃદ્ધિને પણ ગણાવે છે. જૂન ર૦૧પમાં મ્યુનિસિપલ શાળામાં ૧.૪૮ લાખથી વધારે બાળકો ભણતા હતા તે શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળાનાં ૪૪૯૮ બાળકોએ પ્રવેશ લેતા કુલ સંખ્યા ૧,પર,૭૭૪ થવી જોઇએ તેના બદલે ૧૧પ૦૮ બાળક ઘટીને ૧,૪૧,ર૬૬ બાળક નોંધાયા હતા. ત્યાર પછીનાં વર્ષમાં એટલે કે વર્ષ ર૦૧૬માં ૧૪,૭પ૯ બાળકોએ શાળા છોડી હતી. આ અંગે વધુ માહિતી આપતાં મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનાં એક સભ્યએ જણાવ્યું હતું કે, જે મ્યુનિસિપલ શાળાઓમાં જૂન ર૦૧૭માં ૧,૩૧,૩પ૩ બાળકો ભણતા હતા તેની સંખ્યા ચાલુ વર્ષે જૂન ર૦૧૮માં માત્ર ૧,ર૪,૪૮૪ બાળકોની થવા પામી છે.