loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં પત્ની પીડિત સંઘનાં દુઃખી પતિઓ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો


Foto

અમદાવાદમાં પત્ની પીડિત સંઘનાં દુઃખી પતિઓ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો

Oct. 3, 2018, 2:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે પત્ની પીડિત સંઘના નેજા હેઠળ સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો. સફાઈ બાદ દુઃખી પતિઓએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે બદલેલા કેટલાક કાયદાઓનો વિરોધ કર્યો હતો. તેઓએ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓનો વિરોધ કરવા માટે સુપ્રીમ કોર્ટના જજોના મગજનું પ્રતીક ઓપરેશન પણ કર્યું હતુ. તેઓએ 377 તેમજ 497 કલમ રદ કરવાના આદેશને બદલવાની માંગ કરી હતી.

આ અગાઉ પત્ની પીડિત સંઘ દ્વારા જીગોલોનું લાયસન્સ માંગવામાં આવ્યું હતું. સંઘના સંચાલક દશરથ દેવડાએ કહ્યું હતું કે, પત્નીઓ છાશવારે પતિ નપૂસંક હોવાના આક્ષેપો કરીને તેમના પર ખોટા કેસ કરે છે. જેને પગલે અમે હવે જીગોલો બનાવા માટે અરજી કરી છે.

અમદાવાદમાં ચાલતા પત્ની પીડિત પુરૂષ સંઘની સંખ્યા એક બે નહી પરંતુ 53 હજારને આંબી ગઇ છે. આ સંસ્થામાં સામાન્યથી લઈને એનઆરઆઇ , ડોક્ટર, આર્મીના જવાનોનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે પત્નીઓ દ્વારા પતિ સામે ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે આ સંસ્થામાં લોકો પોતાની પત્ની ,સાસરીયા અને ટીવી સિરીયલથી પરેશાન થઇને આવે છે.