loader

Breaking News


Home > Gujarat > અમદાવાદઃ સોશિયલ મીડિયામાં ફેલાયેલી બચ્ચા ચોર અફવાએ નિર્દોશ મહિલાનો લીધો ભોગ


Foto

અમદાવાદઃ સોશિયલ મીડિયામાં ફેલાયેલી બચ્ચા ચોર અફવાએ નિર્દોશ મહિલાનો લીધો ભોગ

June 27, 2018, 11:16 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : આજનાં ડિઝિટલ ઇન્ડિયામાં કોઇ પણ અફવા ફેલાવવી આસાન બની ગયુ છે. રોજ સોશિયલ મીડિયામાં આવતા અનેકો મેસેજમાં ઘણા એવા પણ મેસેજ ફરતા થયા છે કે કોઇ મહિલાઓનું ટોળુ છે જે બચ્ચા ચોરી કરે છે. આવો જ એક કિસ્સો મંગળવારે અમદવાદનાં જુના વાડજ ખાતે બન્યો હતો, જ્યા ચાર મહિલાઓને ટોળાએ બચ્ચા ચોર સમજી ઢોર માર મારતા એક મહિલાનું મૌત થયુ છે.



સોશિયલ મીડિયામાં આવતી અફવાઓને ધ્યાને લઇને જુના વાડજ સર્કલ પર ગઇ કાલે બપોરનાં ચાર મહિલાઓને ટોળાએ ઢોર માર માર્યો હતો. આ ટોળાએ સતત ૧૫ મીનિટ સુધી આ મહિલાઓને માર માર્યો હતો. નવાઇની વાત એ છે કે ઘટના સ્થળેથી પોલીસ ચોકી માત્ર ૧૦૦ મીટરનાં અંતરે જ છે. આખરે પોલીસે ઘટનાસ્થળે પહોચી આ ચાર મહિલાઓનો બચાવ કર્યો હતો અને સારવાર અર્થે નજીકનાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન એક મહિલાનું મૌત નિપજ્યુ હતુ.

સુત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ આ ચાર મહિલાઓ ભિક્ષા માગીને પોતાનો ગુજરાન ચલાવે છે. મંગળવારે આ ચાર મહિલાઓ ભિક્ષા માગવા માટે જુના વાડજ સર્કલ પાસે પહોચી હતી, જ્યા દારૂ પીધેલા શખ્સોએ તેમને રોકી પૈસાની માંગણી કરી હતી, મહિલાઓએ પૈસા આપવાનો ઇનકાર કરતા આ શખ્સોએ આ મહિલાઓને બચ્ચા ચોર બતાવી બુમો પાડવાની શરૂ કરતા ટોળુ ભેગુ થઇ ગયુ હતુ. ત્યારબાદ ટોળાએ વાત સાચી માનીને મહિલાઓને લાતો અને ગુસો મારવાનું શરૂ કર્યુ હતુ. મહિલાઓ પોતાના બચાવ માટે રિક્ષામાં બેસવા દૌડી ત્યારે સામેથી આવતા બાઇક સવાર લોકોએ આ રિક્ષા રોકી અંદર જ મહિલાઓને પીટવાનું શરૂ કર્યુ હતુ. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ સમગ્ર ઘટના બનવા પાછળનું કારણ સોશિયલ મીડિયામાં આવતી અફવાઓ છે. જેના કારણે ટોળાએ આ મહિલાઓને બચ્ચા ચોર સમજીને માર માર્યો હતો.

સમગ્ર ઘટના પર પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું છે કે, બાળકો ચારી કરતી કોઇ મહિલાઓની ટોળી શહેરમાં નથી, લોકોએ અફવાઓથી દૂર રહેવુ જોઇએ. સાથે તેમણે કહ્યુ કે, ખોટી અફવા ફેલાવનાર લોકો પર ગુનો નોંધાશે. આ ઘટનામાં હત્યાનો અને હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે.