loader

Breaking News


Home > Gujarat > અમદાવાદની વીએસ હોસ્પિટલને કરોડાનાં ખર્ચે હાઇટેક અને અદ્યતન બનાવાશે


Foto

અમદાવાદની વીએસ હોસ્પિટલને કરોડાનાં ખર્ચે હાઇટેક અને અદ્યતન બનાવાશે

June 18, 2018, 12:14 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદની વીએસ હોસ્પિટલ અત્યાર સુધીમાં ઘણા વિવાદોમાં રહી હતી. પરંતુ હવે તેને હાઇટેક અને અદ્યતન બનાવવાનું કામ ચાલુ થતા વિવાદોમાં પૂર્ણ વિરામ આવે તેવી સંભાવનાઓ જનમુખે ચર્ચાઇ રહી છે. કરોડાનાં ખર્ચે વીએસને એક અલગ ચહેરો આપવામાં આવી રહ્યો છે.



હેલિપેડ સહિતની અનેકવિધ સુવિધાઓ સાથે ખૂબ જ હાઇટેક અને અદ્યતન હોસ્પિટલનાં નિર્માણ પાછળ અધધધ...ખર્ચો થઇ રહ્યો છે. જેમાં અત્યારસુધીમાં રૂ.૩૪૫ કરોડ તો ખર્ચાઇ ચૂકયા છે અને હજુ બીજા રૂ.૨૫૦ કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ સેવાઇ રહ્યો છે. કરોડો રૂપિયાનો અધધધ....ખર્ચ કર્યા બાદ પણ અમ્યુકો તંત્ર દ્વારા શહેરનાં ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો અને દર્દીઓને સરળતાથી અને રાહત દરે સારવાર ઉપલબ્ધ બનાવશે તો આ ખર્ચો લેખે લાગશે તેવી ચર્ચા પણ અમ્યુકો વર્તુળમાં ચાલી રહી છે. અગાઉનાં મેયર ગૌતમ શાહે વી.એસ.હોસ્પિટલનાં પ્રોજેકટને લઇ ભારે આત્મવિશ્વાસ સાથે દર્દીઓને અસરકારક અને ઝડપી સારવાર ઉપલબ્ધ બનાવવાની હૈયાધારણ આપી હતી. જો કે, હવે નવા મેયર બીજલબહેન પટેલ પણ શહેરનાં ગરીબ અને મધ્યમ વર્ગનાં દર્દીઓને અત્યાધુનિક તબીબી સારવાર ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાની દિશામાં આગળ વધશે તેમાં કોઇ બેમત નથી. જોકે આ નવી હોસ્પિટલનાં નિર્માણ પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી અત્યાર સુધીમાં રૂ. ૩૪૫ કરોડ જેટલી રકમ ખર્ચાઇ ચૂકી છે. જો કે નિર્માણમાં વિલંબ થાય તો આ ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

વીએસ હોસ્પિટલનાં પરિસરનાં કુલ ૨૭ એકર જમીનમાં પથરાયેલી ૨૧ માળની હોસ્પિટલમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્‌લોર, ૧૮ માળ તથા હેલિપેડ એર એમ્બ્યુલન્સની સગવડ ઉપલબ્ધ બનાવવાની છે. ઇન્ટિગ્રેટેડ બિલ્ડિંગ ઓટોમેશન સિસ્ટમ તથા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સાથે સમગ્ર બિલ્ડિંગને અત્યાધુનિક ફાયર સિસ્ટમથી સજ્જ કરાઇ રહી છે. આ સમગ્ર હાઇરાઇઝ બિલ્ડિંગનાં ત્રણ ટાવરમાં ૨૪ લિફ્‌ટ એલિવેટર્સ, ઇમર્જન્સીનાં બે ફાયર કેમ્પ તેમજ બારથી પંદર માળ સુધી ૪૦૦ ડોક્ટર માટે રેસિડેન્ટ ક્વાટર્સ બનાવાઇ રહ્યાં છે. હોસ્પિટલનાં ૧૮માં માળે ઓપરેશન લાઇવ જોઇ શકાય તેવા ૩૦૦ વ્યક્તિની ક્ષમતાનાં ઓડિટોરિયમનું પણ નિર્માણ થશે. પ્રોજેક્ટનું ૭૫ ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે અને જુલાઇનાં અંત સુધીમાં તેનું લોકાર્પણ કરાશે. આ હોસ્પિટલનાં નિર્માણ પાછળ અત્યાર સુધીમાં રૂ. ૩૪૫ કરોડ ખર્ચાઇ ચૂક્યા છે, પરંતુ તેના નિર્માણનો અંદાજિત ખર્ચ રૂ. ૫૮૫ કરોડનો હોઇ હજુ રૂ. ૨૫૦ કરોડની રકમ હોસ્પિટલનાં નિર્માણ માટે ખર્ચાય તેવો અંદાજ સેવાઇ રહ્યો છે.