loader

Breaking News


Home > National > એર એશિયાની ફ્લાઇટ ચાર કલાક મોડી પડતાં, યાત્રીઓ, બાળકો સાથે કર્યું અયોગ્ય વર્તન


Foto

એર એશિયાની ફ્લાઇટ ચાર કલાક મોડી પડતાં, યાત્રીઓ, બાળકો સાથે કર્યું અયોગ્ય વર્તન

June 21, 2018, 3:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર,કોલકાતા:કોલકાતામાં ગઈકાલે પશ્ચિમ બંગાળથી બાગડોગરા થઇ રહેલી એર એશિયાની ફલાઇટ 4થી 5 કલાક લેટ પડી હતી.એર એશિયાનાં સ્ટાફે યાત્રીઓ સાથે પણ ખરાબ વર્તણુક કરી હતી તેમને પ્લેનની બહાર પણ ના ઉતારાયા હતાં લોકો ફરિયાદ ન કરે, તે માટે કેપ્ટને એર કંડીશનરના બ્લોઅર તેજીથી ચલાવી દીધા. આ ફલાઇટમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાં કાર્યકારી નિર્દેશક દીપાંગ રે આ ફલાઇટમાં સવાર હતાં તેમણે સોશિયલ મીડિયામાં આ ફલાઇટનો વિડીયો અપલોડ કરીને કહ્યું હતું કે ભારતમાં એવિએશન ઇન્ડસ્ટ્રી આવી રીતે જ કામ કરે છે.

શરૂઆતમાં ફલાઇટમાં 30 મિનિટ જેટલું મોડું થયું હતું પરંતુ બોર્ડિંગ કરાયા બાદ પણ યાત્રીઓને ફ્લાઈટમાં ગોંધી રાખ્યા હતાં, લોકો ફરિયાદ ના અરે એ માટે ફલાઇટમાં એર-કન્ડિશનરના બ્લોગરચાલુ કરી દીધાં હતા જોકે ત્યારબાદ પણ યાત્રીઓને દોઢ ક્લાક સુધી ફલાઇટમાં અંદર રાખવામાં આવ્યાં હતાઆ સમયગાળા દરમિયાન ખાવા-પીવાની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન-હોતી, એર એશિયાના સ્ટાફનું વલણ યાત્રીઓ પ્રત્યે ઘણું કઠોળ હતું બાદમાં પાઇલટે લોકોને પ્લેનમાંથી નીચે ઉતરી જવાનું કહ્યું હતું.

જોકે લોકોએ નીચે ઉતરવા ઇન્કાર કર્યો હતો કારણકે બહાર ખુબજ મુશળધાર વરસાદ પડી રહ્યો હતો જેવી યાત્રીઓએ પ્લેનમાંથી ઉતરવાની ના પડી તેનાં પછી એરકંડીશનનું બ્લોઅરને તેજ ગતિએ ચાલુ કરી દેવામાં આવ્યું હતું જેનાં કારણે ફ્લાઈટમાં ભય જેવો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો હતો પ્લેનનું વાતાવરણ ધૂંધળું થઇ ગયું હતું બાળકો રડવા લાગ્યા અને ઉલ્ટીઓ કરવા લાગ્યાં હતાં। ઉપરાંત ઘણાં લોકોને શ્વાસ લેવાં તકલીફ પડી હતી.

બાદમાં એર-એશિયાએ નિવેદન જાહેર કરી કહ્યું કે, "ટેકનિકલ મુશ્કેલીઓને કારણે ફ્લાઈટમાં ચાર કલાકનું મોડું થયું હતું. અમે તે માટે ખેદ વ્યક્ત કરીએ છીએ. અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે ટેકનિકલ મુશ્કેલીને કારણે એર કંડીશનરની આવી સ્થિતિ થઈ હતી. પ્લેનમાં કોઈપણ યાત્રિકની સુરક્ષાને અમને ખતરામાં નથી મુકી."