loader

Breaking News


Home > National > વાયુસેના પ્રમુખે આપ્યું મોટુ નિવેદન, સોશિયલ મીડિયાની લતથી ક્રેસ થઇ રહ્યા છે ફાઇટર જેટ


Foto

વાયુસેના પ્રમુખે આપ્યું મોટુ નિવેદન, સોશિયલ મીડિયાની લતથી ક્રેસ થઇ રહ્યા છે ફાઇટર જેટ

Sept. 15, 2018, 11:09 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સોશિયલ મીડિયાની લતથી આજે દેશનાં મોટાભાગનાં લોકો માનસિક રીતે બિમાર થઇ રહ્યા છે. ત્યારે દેશની સેનાનાં જવાનો પણ પોતાને આ લતથી દૂર કરી શક્યા નહી. બેગલુરુંમાં વાયુસેના પ્રમુખે આ મુદ્દે એક મોટું નિવેદન આપતા કહ્યુ કે, સોશિયલ મીડિયાનાં વધુ ઉપયોગનાં કારણે 2013માં ફાઇટર જેટ ક્રેસ થઇ ગયુ હતુ.



વાયુસેના પ્રમુખ બી.એસ.ધનોઆએ શુક્રવારે કહ્યુ કે, રાતમાં ઘણા કલાકો સુધી સોશિયલ મીડિયા પર સમય વ્યતિત કર્યા બાદ વાયુસેનાનાં પાયલોટ પૂરતી ઉંઘ લઇ શકતા નથી. તેમણે કહ્યુ કે, પાયોલોટ સોશિયલ મીડિયાનાં ઉપયોગમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે, જેના કારણે તેમને ઉંઘ પૂરી થતી નથી અને વર્ષ 2013માં ભારતીય વાયુસેનાનાં ફાઇટર જેટ દુર્ઘટનાનું કારણ બન્યુ હતુ.