loader

Breaking News


Home > National > વાયુસેનાના અધિકારીઓ રાફેલ ડીલ રહસ્યો પરથી પડદો ઉઠાવશે


Foto

વાયુસેનાના અધિકારીઓ રાફેલ ડીલ રહસ્યો પરથી પડદો ઉઠાવશે

Sept. 6, 2018, 3:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાફેલ ડીલ મુદ્દો રાજકિય વિવાદો સાથે ન્યાયિક જંગ પણ બની રહ્યો છે. ચારેય બાજુથી આ મુદ્દે ઘેરાયા બાદ મોદી સરકારે તે વાતનો સંકેત આપ્યો છે કે આ મુદ્દે દરેક બાબતના રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં આવશે. આ વિશે વાયુ સેનાના એક સિનિયર અધિકારી રાફેલ વિમાનની જાણકારી દરેક સામે રાખશે.સરકાર તરફથી મળેલા સંકેત બાદ તેવી આશા સેવાઇ રહી છે કે આ પછી આ વિવાદનો અંત આવશે.

જો કે તે તેના પર નિર્ભર છે કે, વાયુસેનાના અધિકારી વિપક્ષોની આશાઓને અનુરૂપ તથ્યો સામે રાખશે કે નહી. ૧૨ સપ્ટેમ્બરે એક સેમિનારનું આયોજન થવાનું છે. જેની થીમ ૨૦૩૫ સુધીનું વાયુ સેનાનું માળખુ તેમ છે. જેમાં રાફેલ ડીલ સાથે સંકળાયેલા અધિકારીઓ આવશે. જાણવા મળી રહ્યું છે કે, તેઓ ફ્રાંસ સાથે સપ્ટેમ્બર ૨૦૧૬માં થયેલી ડીલની દરેક બાબતો સાથે જાડાયેલા સવાલનો જવાબ આપી શકે છે.