loader

Breaking News


Home > National > એરહોસ્ટેસે પોતાના જીવની પરવા કર્યા વગર જમ્પ મારી, બાળકની જાન બચાવી.


Foto

એરહોસ્ટેસે પોતાના જીવની પરવા કર્યા વગર જમ્પ મારી, બાળકની જાન બચાવી.

May 2, 2018, noon
      Whatsapp   

માનવમિત્ર,નવી દીલ્હી:જેટ એરવેઝની એક એરહોસ્ટેસ હાલમાં ખુબ જ વખાણ થઈ રહ્યાં છે વાત કઈંક એવી છે મુંબઈ એરપોર્ટથી એક મહિલા અમદાવાદ માટેની ફ્લાઈટમાં રવના થવાં જઈ રહીં હતી, ચેક-ઇન ફોર્માલીટી પૂરી થતાં મહિલા સિક્યોરિટી કાઉન્ટર પાસેથી જેવી પસાર થઈ કે તેનાં હાથમાંથી ૧૦ મહિનાનું બાળક લપસી પડ્યું, આ ઘટનાં ત્યાં હાજર મિતાંશી વૈદ નામની એર હોસ્ટેસ જોઈ ગઈ તેણે વીજળી વેગે છલાંગ મારતાં બાળકને પકડી લીધું અને તેનો જીવ બચાવી લીધો.બાળક અને મહિલા બને સલામત છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ ઘટના ગયા મહિનાની છે.અને એવું જાણવામાં આવી રહ્યું છે કે જેવું બાળક માના હાથમાંથી લપસ્યું કે મિતાંશીએ છલાંગ લગાવીને તેને વીજળી-વેગે પકડી લીધું. બાળકને જરા સરખી પણ ઇજા ન થઇ, પરંતુ મિતાંશીના નાક પર થોડીક ઇજા જરૂર થઇ છે.

- પોતાના બાળકને સલામત જોઇને પ્રાઇવેટ કંપનીમાં એમડી તરીકે બાળકની માતા ગુલાફા શેખે જેટ એરવેઝ અને એર હોસ્ટેસ મિતાંશીનો ખૂબ ખુબ આભાર માન્યો.

માતાએ જેટ એરલાઇન્સ માટે ઓપન લેટર લખ્યો:

-ગુલાફાએ ત્યારપછી જેટ એરલાઇન્સને એક લેટર લખ્યો, 'નસીબજોગે એક યુવતી ત્યાં હાજર હતી, જેણે મારા 10 મહિનાના દીકરાને બચાવ્યો. તેમાં તેના નાક પર વાગ્યું, જેનું નિશાન જીવનભર ત્યાં રહી જાય એમ છે.'

-તેના પર એરલાઇન્સે મિતાંશીના કામની પ્રશંસા કરતા કહ્યું કે તેણે ચહેરા પર નિશાનની પરવા પણ નથી કરી, જ્યારે તેનાથી તેની જોબને પણ ખતરો થઇ શકતો હતો.

- એરલાઇન્સના એક સિનિયર ઓફિસરે કહ્યું હતું કે 'અમને ગર્વ છે કે મિતાંશી જૂન, 2016થી અમારી સાથે કામ કરી રહી છે.'

'એરહોસ્ટેસ મારા માટે એંજલ જેવી છે':

- ગુલાફે લેટરમાં આગળ લખ્યું કે મેં મિતાંશી પાસેથી ફોન નંબર પણ માંગ્યો હતો પરંતુ તેણે હસીને એમ કહ્યું કે તે નંબર ન આપી શકે કારણકે તે કંપની પોલિસીની વિરુદ્ધ છે.

- ગુલાફાએ લખ્યું કે 14 વર્ષના લાંબા લગ્નજીવન પછી મને બાળક થયું છે. તે એર હોસ્ટેસ મારા માટે એક એંજલ જેવી છે.