loader

Breaking News


Home > Bollywood > એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની જોડી ફરી દેખાશે સાથે


Foto

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની જોડી ફરી દેખાશે સાથે

July 13, 2018, 11:38 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ફરી એકવાર મોટા પડદે પોતાનો જાદુ ફેલાવવાની તૈયારી કરી રહ્યા છે. સુત્રોનાં જણાવ્યાં અનુસારે, ફિલ્મ ગુરૂમાં રિયલ લાઇફ કપલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી.




ચાહકો ભારે પ્રભાવિત પણ થયા હતા. હવે તેમના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બન્નેની જાડીને ફરી એકવાર સાથે ચમકાવવાની તૈયારી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૦માં મણિરત્નમની ફિલ્મ રાવણમાં બન્નેની જાડી છેલ્લી વખત એક સાથે નજરે પડી હતી. ત્યારબાદ તેમની જાડી સાથે ક્યારય નજરે પડી નથી. મીડિયા અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો અભિષેક અને એશ બન્ને લાંબા ગાળા બાદ ફરી એક સાથે નજરે પડનાર છે. આ પ્રોજેક્ટનુ નામ ગુલાબ જામુન રાખવામા આવનાર છે. એમ કહેવામાં આવે છે કે આ ફિલ્મનુ નિર્માણ અનુરાગ કશ્યપની ફિલ્મ કંપની ફેન્ટમ દ્વારા કરવામાં આવનાર છે. જ્યારે નિર્દેશક તરીકે કોઇ નવા નામની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. જા બન્ને એક સાથે પ્રોજેક્ટ સાઇન કરે છે તો તેમના લાખો ચાહકો માટે મોટા સમાચાર તરીકે રહેશે.