loader

Breaking News


Home > Bollywood > બોલીવુડમાં આલિયા ભટ્ટની સૌથી મોટી ફેન બની ઐશ્વર્યા રાય


Foto

બોલીવુડમાં આલિયા ભટ્ટની સૌથી મોટી ફેન બની ઐશ્વર્યા રાય

Aug. 10, 2018, 10:07 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : બોલિવુડમાં બ્યુટીક્વીન તરીકે વધારે લોકપ્રિય અને ખુબસુરત સ્ટાર એશ્વર્યા રાય બચ્ચનની ફન્ને ખાન ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હોવા છતાં તે હતાશ થઇ નથી. મળતી માહિતી અનુસાર, ઐશ્વર્યા રાય આલિયા ભટ્ટથી ઘણી પ્રભાવિત થઇ છે. તેણે એક ઇંટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, તે એક કુશળ સ્ટાર તરીકે ઉભરી રહી છે.



તાજેતરમાં ઐશ્વર્યા રાય પાસે કેટલાક નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. જાણકાર લોકો માને છે કે એશ આજે પણ સૌથી કુશળ સ્ટાર પૈકીની એક તરીકે છે. એશની અનિલ કપુર અને રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ફ્લોપ રહી છે પરંતુ તે આશાવાદી છે. બીજી બાજુ એશ હવે આલિયા ભટ્ટની મોટી ચાહક બની ગઇ છે. તે આલિયાનાં તમામ રોલથી પ્રભાવિત થઇ છે. આલિયાની ફેન યાદીમાં એક મોટું નામ હવે એશનુ ઉમેરાયુ છે. એશે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ છે કે, આલિયા ખુબ કુશળ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તે કામને વધારે એક્સપ્લોર કરી રહી છે. તે ફિલ્મોમાં સારું કામ કરી રહી છે. આલિયા ભટ્ટનાં સંબંધમાં વાત કરતા એશ કહે છે કે તેને શરૂઆતમાં કરણ જોહર જેવા ડાયરેક્ટરનો ટેકો મળી ગયો છે. જે તેના માટે ખુબ મોટી અને ગર્વની વાત છે. તેનુ કહેવુ છે કે, જો કોઇ સપોર્ટ આ રીતે સારા લોકોનું મળે છે તે તો સરળતાથી મોટી સફળતા હાંસલ કરી શકાય છે. તેનુ કહેવુ છે કે કુશળ લોકોનાં ટેકાથી કામ કરવાની બાબત વધારે સરળ બની જાય છે. વર્ષ ૨૦૧૨માં કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફધ યર ફિલ્મ સાથે આલિયા ભટ્ટની ફિલ્મી કેરિયર શરૂ થઇ હતી. આ ફિલ્મ કરણ જોહરે બનાવી હતી.