loader

Breaking News


Home > National > અખિલેશનું એલાન, બસપા સાથે ગઠબંધન ચાલુ રખાશે


Foto

અખિલેશનું એલાન, બસપા સાથે ગઠબંધન ચાલુ રખાશે

June 11, 2018, 10:11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : ગઈકાલે કરહલ વિધાનસભા ક્ષેત્રનાં ગામ જોરાઈમાં મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં પહોંચેલા યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે બસપા સાથે ગઠબંધન ચાલુ રહેશે, ભાજપને ઝીરો પર લાવી દેશું. CM યોગી આદિત્યનાથને તેઓએ પડકાર ફેંક્યો હતો કે તેઓએ ૧૯ મહિનામાં એક્સપ્રેસ વે બનાવી દીધો પરંતુ તે અને તેમની સરકાર સમાજવાદીઓથી આગળ છે તો હવે બનનારા એક્સપ્રેસ વે ને ૧૭ મહિનામાં બનાવીને બતાવે.

પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે જણાવ્યું હતું કે નેતાજી, માયાવતી અને તેમની પાસેથી સરકારી બંગલો પણ લઇ લેવામાં આવ્યો છે તેમજ બંગલામાંથી ઘણી વસ્તુઓ લઇ ગયા તેમ કહી બદનામ કરવામાં આવી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે જે અમારું છે તે અમને આપી દે અને જે તેમનું છે તે અમારી પાસેથી લઇ લેય.