loader

Breaking News


Home > Bollywood > અક્ષય અને જ્હોન ફિલ્મ ગરમ મસાલા-2 માં ફરી દેખાશે સાથે


Foto

અક્ષય અને જ્હોન ફિલ્મ ગરમ મસાલા-2 માં ફરી દેખાશે સાથે

July 23, 2018, 12:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલિવુડમાં એક પછી એક સિક્વલ બની રહી છે, ત્યારે આશરે ૧૩ વર્ષ અગાઉ રજૂ કરવામાં આવેલી ફિલ્મ ગરમ મસાલાનો બીજા ભાગ બનાવવા માટેની તૈયારી હવે શરૂ કરવામાં આવી રહી છે.




મળતી માહિતી અનુસાર, બીજા ભાગમાં પણ સાથે કામ કરવા માટે અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમ તૈયાર થઇ ગયા છે. નિર્દેશક પ્રિયદર્શનની આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. જેથી બંને ફરી નવી ફિલ્મમાં સાથે કામ કરવા માટે તૈયાર છે. સફળતાને દોહરાવવા માટે બંને રાજી થઇ ગયા છે. ટૂંક સમયમાં જ બીજા ભાગ પર કામ શરૂ કરવામાં આવનાર છે. પહેલા પણ આ ફિલ્મનાં બીજા ભાગને બનાવવા માટેની વાત કરવામાં આવી હતી પરંતુ કોઇ કારણસર વાત આગળ વધી ન હતી. ટીમે ધ્યાન આપ્યુ ન હતુ. હવે પ્રાથમિકતાનાં આધાર પર કામને આગળ વધારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને કલાકારો રસ ધરાવે છે જેથી પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવનાર છે. જ્હોને કહ્યુ છે કે તે પોતે ખુબ કોમેડી કરવા માટે ઇચ્છુક છે. ગરમ મસાલા કરતા સારી ફિલ્મ કોમેડી માટે હોઇ શકે નહી. અક્ષય કુમારને પણ ફોન કરીને આ અંગે વાત કરી હોવાની બાબત સપાટી પર આવી છે.