loader

Breaking News


Home > Bollywood > દેશપ્રેમની ભાવના દર્શાવતી અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’નું ટ્રેલર થયુ રિલીઝ


Foto

દેશપ્રેમની ભાવના દર્શાવતી અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’નું ટ્રેલર થયુ રિલીઝ

June 26, 2018, 12:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : અક્ષય કુમાર પોતાના દમદાર પરફોર્મન્સથી બોલીવુડમાં ઘણો ફેમસ છે. અક્ષયે દેશપ્રમને લઇને ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. હવે ફરી એકવાર અક્ષય દેશપ્રેમની ભાવના ચરમ પર લઇ જતી ફિલ્મ લઇને આવી રહ્યો છે. જેનુ નામ ગોલ્ડ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે અને ઓગષ્ટમાં તેની ફિલ્મ પડદા પર આવી જશે.



ફિલ્મમાં અક્ષય આઝાદ ભારતની ઓલપિંકમં જીતનું સપનુ સાકાર કરતો જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય આસિસ્ટંન્ટ મેનેજર તપન દાસની જિંદગીને પડદા પર જીવંત કરતો જોવા મળશે. ભારતની રાષ્ટ્રીય રમત હોકી પર આધારિત ફિલ્મનો સોનેરો સમય બતાવવામાં આવ્યો છે. ટ્રેલરમાં અક્ષય બ્રિટિશ શાસનનાં અંત બાદ મળેલ આઝાદી બાદ હોકીમાં દેશને ગોલ્ડ અપાવવાનો પ્રયત્ન કરતો જોવા મળી રહ્યો છે.