loader

Breaking News


Home > Bollywood > મોદીએ કર્યા અક્કીનાં વખાણ, જાણો અક્ષય કુમારની લાઈફ સ્ટાઇલ


Foto

મોદીએ કર્યા અક્કીનાં વખાણ, જાણો અક્ષય કુમારની લાઈફ સ્ટાઇલ

May 1, 2018, 1:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:રવિવારે(29 એપ્રિલ)ના રોજ વડાપ્રધાને પોતાનાં 'મન કી બાત'માં અક્કીની ફિટનેસને લઇને ખુબ જ વખાણ કર્યા હતાં તેમણે ટ્વિટર પર અક્ષયનો એક વીડિયો શૅર કર્યો છે અને એક વાર જરૂરથી જોવો જોઈએ. તેવું તેમણે જણાવ્યું હતું. આ વિડીયોમાં અક્ષય વુડન બિડ્સ સાથે વર્કઆઉટ કરતો જોવા મળે છે. આ વર્કઆઉટ પીઠ તથા પેટની માંસપેશીઓ માટે ફાયદાકારક છે.

અક્કીનો ફિટનેસ ફંડા:

2017માં અક્ષય કુમારે પોતાનાં ફિટનેસ સિક્રેટ્સ શૅર કર્યા હતાં. અક્કીએ કહ્યુ હતુ કે તે પોતાના પરિવાર અને વર્કઆઉટનું ખાસ ધ્યાન રાખે છે. તે ક્યારેય સ્ટ્રેસ કે માનસિક તણાવ લેતો નથી અને હંમેશા ખુશ રહે છે. હેલ્ધી લાઈફ અંગે અભિનેતાએ કહ્યુ હતુ કે તેમાં કોઈ સાયન્સ નથી. તમામે સિમ્પલ જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ.

રાત્રે ૧૦ વાગ્યે ઊંઘી જવું અને સવરે ૫ વાગ્યે ઉઠી જવું:

અક્ષય કુમાર રાત્રે 9થી 10ની વચ્ચે સૂઈ જાય છે. સવારે સાડા ચારની આસપાસ ઉઠી જાય છે. અક્કી નાઈટ શિફ્ટ એવોઈડ કરે છે.

રોજ એક કલાક કસરત કરે છે.

અક્ષય કુમાર રોજ એકથી દોઢ કલાક વર્કઆઉટ કરે છે. જોકે, વર્કઆઉટમાં કઈ એક્સરસાઈઝ કરવી તે ફિક્સ નથી. અક્કીના મનમાં હોય તેનાથી જ એક્સરસાઈઝ કરે છે.

નો ડાયટ પ્લાન:

અક્ષય કુમારનુ ફિક્સ ડાયટ નથી. જોકે, તે સાંજે સાડા છ પહેલાં ડિનર લઈ લે છે. દિવસની શરૂઆત હેવી બ્રેક-ફાસ્ટ સાથે કરે છે. જેમાં ઈંડા, પરાઠા, જ્યૂસ કે મિલ્કશેક હોય છે. લંચમાં પણ તે ઘરના ભોજનને પ્રાથમિકતા આપે છે. ટિફિનમાં દાળ-રોટી, ભાત તથા સિઝનલ શાક લે છે. ડિનરમાં હળવું ભોજન લે છે. સૂપ, સલાડ અથવા ચિકન હોય છે. અક્ષય કુમાર ફિટનેસ માટે પ્રોટિન્સ, દવા કે પછી સપ્લિમેન્ટ્સને બદલે ઘરના ભોજનને મહત્વ આપે છે.

વધુમાં અક્ષય જણાવે છે કે તમારે શરીર સારું રાખવું હોય તો સાંજે ૭ વાગ્યાં પછી ખોરાક ખાવો નાં જોઈએ કે કોઈ પણ પ્રકારનું ખાણી-પીણી ટાળવી જોઈએ.

પોઝીટીવ થીંકીંગ:

અક્ષયકુમારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે ખુશ રહેવું એ જ તેનો ફિટનેસ મંત્રા છે. તે હંમેશા પોઝિટિવ વિચારે છે. નેગેટિવિટીને એવોઈડ કરે છે.

નો ડ્રિંક નો સ્મોકઃ

અક્ષયે કહ્યુ હતુ કે તેણે ક્યારેય દારૂ નથી પીધો કે સિગારેટને હાથ સુદ્ધા નથી લગાવ્યો. આટલું જ નહીં તે ચા કે કોફી પણ પીતો નથી.

મારે 6 કે 8 એબ્સ નથી:

અક્કી છેલ્લાં 32 વર્ષથી વર્કઆઉટ કરી રહ્યો છે પરંતુ હજી સુધી તે 6 પેક એબ્સ બનાવી શક્યોનથી. આ અંગે અક્ષયે કહ્યુ હતુ કે તેના માટે ધીરજની જરૂર હોય છે. મસલ્સની ગ્રોથ માટે એક્સરસાઈઝની જરૂર હોય છે, જે લોકો ત્રણ મહિના કે બે મહિનામાં મસલ્સ ફૂલાવી દે છે, તે નકલી હોય છે અથવા હાનિકારક વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવે છે.